Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર PM સહિત આ દિગ્ગજોઓ દુ:ખ વ્યક્ત કર્યું

દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. 99 વર્ષીય સ્વરૂપાનંદ સરસ્વતી લાંબા સમયથી બીમાર હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ લખ્યું છે કે તે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધનથી ખૂબ જ દુઃખી છà
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર pm સહિત આ દિગ્ગજોઓ દુ ખ વ્યક્ત કર્યું

દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. 99 વર્ષીય સ્વરૂપાનંદ સરસ્વતી લાંબા સમયથી બીમાર હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ લખ્યું છે કે તે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધનથી ખૂબ જ દુઃખી છે. શોકના આ સમયમાં તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!

Advertisement




ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. સનાતન સંસ્કૃતિ અને ધર્મના પ્રચાર માટે સમર્પિત તેમના કાર્યો હંમેશા યાદ રાખવામાં આવશે. હું તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. શાંતિ.

Advertisement




દુ:ખ વ્યક્ત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું છે કે ભગવાન શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પશ્ચિમ આમ્નાયા શ્રી શારદાપીઠના આદરણીય શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધનની માહિતી અત્યંત દુઃખદ છે. પૂજ્ય સ્વામીજી સનાતન ધર્મના શલાક પુરૂષ અને સન્યાસ પરંપરાના સૂર્ય હતા.





પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ ધર્મ, અધ્યાત્મ તેમજ પરમાર્થ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે.
Advertisement





Tags :
Advertisement

.