Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.શંકરાચારà
હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.

Advertisement

Advertisement

શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.

ત્રીજના દિવસ જન્મદિવસ મનાવ્યો હતો
જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું. વર્ષ 1942ના સમયગાળામાં તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. શંકરાચાર્યજીના 99મા જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી.
Advertisement

તેમના નિધનના પગલે તેમના ભક્તોમાં અને લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે તેઓ અવારનવાર તેમના નિવેદનનો કારણે તેઓ વિવાદમાં આવતા હતા. 

1950માં દંડ દીક્ષા લીધી
સ્વામી સ્વરૂપાનંદે 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી

.

19 વર્ષની વયે સ્વતંત્રતા સેનાની બન્યા
1942માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.

Tags :
Advertisement

.