ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘરમાં આ પાંચ છોડ લગાવો, ક્યારેય પૈસાની તંગી નહીં સર્જાય..

શું તમે જાણો છો કે છોડ માત્ર ઘરને સુંદર જ બનવતા નથી, તેમને ઘરમાં સુખ અને શાંતિનું પ્રતિક પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ ઉગાડવા ખુબ શુભ માનવામાં આવે છે. મોટાભાગના લોકોને એ વાતની ખબર નથી કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. પરંતુ શું આપ જાણો છો કે મની પ્લાટ સીવાય પણ ઘણા એવા છોડ  છે જે ઘરના આંગણે કે પછી ગાર્ડનમાં લગાવવાથી ક્યારેય લક્ષ્મીની અછત નથી સà
08:52 AM May 13, 2022 IST | Vipul Pandya
શું તમે જાણો છો કે છોડ માત્ર ઘરને સુંદર જ બનવતા નથી, તેમને ઘરમાં સુખ અને શાંતિનું પ્રતિક પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ ઉગાડવા ખુબ શુભ માનવામાં આવે છે. મોટાભાગના લોકોને એ વાતની ખબર નથી કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. પરંતુ શું આપ જાણો છો કે મની પ્લાટ સીવાય પણ ઘણા એવા છોડ  છે જે ઘરના આંગણે કે પછી ગાર્ડનમાં લગાવવાથી ક્યારેય લક્ષ્મીની અછત નથી સર્જાતી.
દાડમનો છોડ:
દાડમ ન માત્ર સ્વાદની દ્રષ્ટિએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખુબ લાભદાયક છે. તેનો છોડ આર્થિક રીતે માણસને ખુબજ સમૃદ્ધ બનાવે છે. ઘરના આંગણામાં દાડમનો છોડ ઉગાડવાથી તમને દેવામાંથી મુક્તિ મળે છે.દાડમનો છોડ વાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે તેને ઘરના અગ્નિ ખૂણા કે પછી દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ ઉગાડવો જોઈએ .
વાંસનો છોડ :
ઘરના આંગણે વાંસનો છોડ લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેને ઇશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ કે પછી ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં પૈસાનો વરસાદ થાય છે.સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અપાર લક્ષ્મી આવે છે. ઘરના આંગણમાં વાંસનો છોડ ઉગાડવાથી  તમે ક્યારેય પણ કંગાળ નહિ બનો .
દૂર્વાનો છોડ:
જો તમે આંગણામાં દૂર્વાનો છોડ ઉગાડશો તો જીવનમાં ક્યારેય પૈસાની કમી નહિ સર્જાય. ઘરના આંગણામાં દૂર્વાનો છોડ ઉગાડવાના બીજા પણ અનેક ફાયદા છે.સંતાન પ્રાપ્તિ માટે ઘરના આંગણે આ છોડ ઉગાડવો ખુબજ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં હમેંશા સુખ અને શાંતિનો માહોલ રહે છે .
બિલિપત્રનો છોડ:
વાસ્તુ શાસ્ત્રમાં બિલિપત્રના છોડને ખુબજ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર બિલિપત્રના છોડમાં ભગવાન ભોલે શંકરનો વાસ હોય છે અને જે ઘરમાં સ્વયં ભગવાન શિવશંકરનો વાસ હોય ત્યાં ક્યારેય તંગી અને કંગાળી રહેતી નથી .
મની પ્લાન્ટ:
ઘરમાં ધન-સમૃદ્ધિનું પ્રતિક મનાતો મની પ્લાન્ટ સૌથી લોકપ્રિય છે. આ છોડ જેટલો જલદી વધે,ઘરમાં તેટલી જ ઝડપથી ધન આવે છે તેવી માન્યતા છે.ઘરમાં મની પ્લાન્ટ લગાવતી ધ્યાનમાં રાખવું કે તેને અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવો. મની પ્લાન્ટના છોડને ક્યારેય સીધો જમીન પર ન  મુકવો, તેના પાંદડાનું જમીન પર પડવું અશુભ માનવામાં આવે છે.
Tags :
GujaratFirsthomeneverPlantshortgeofmoneyvastutips
Next Article