Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાશ્મીરમાં કબાબ બનાવતા વ્યક્તિની તસવીરને મળ્યો આંતરરાષ્ટ્રીય ઓવોર્ડ, આ ભારતીય ફોટોગ્રાફરની તસવીરને દુનિયાએ વખાણી

એવું કહેવાય છે કે એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે. આવી જ એક સુંદર તસવીરે ઈન્ટરનેશનલ ફોટો એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે આ તસવીર ભારતમાં ખેંચવામાં આવી છ. આ તસવીર ખેંચનાર લેનાર વ્યક્તિ પણ ભારતીય છે. આ તસવીરનું નામ 'કબાબિયાના' છે, જેને દેબદત્ત ચક્રવર્તીએ કેમેરામાં કેદ કરી છે. પ્રતિષ્ઠિત પિંક લેડી ફૂડ ફોટોગ્રાફર ઓફ ધ યરની સ્ટ્રીટ ફૂડ કેટેગરીમાં આ ફોટોને વિજેતા તરીકે પસંદ કરવામાàª
06:12 PM Apr 27, 2022 IST | Vipul Pandya
એવું કહેવાય છે કે એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે. આવી જ એક સુંદર તસવીરે ઈન્ટરનેશનલ ફોટો એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે આ તસવીર ભારતમાં ખેંચવામાં આવી છ. આ તસવીર ખેંચનાર લેનાર વ્યક્તિ પણ ભારતીય છે. આ તસવીરનું નામ 'કબાબિયાના' છે, જેને દેબદત્ત ચક્રવર્તીએ કેમેરામાં કેદ કરી છે. પ્રતિષ્ઠિત પિંક લેડી ફૂડ ફોટોગ્રાફર ઓફ ધ યરની સ્ટ્રીટ ફૂડ કેટેગરીમાં આ ફોટોને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
દેબદત્ત ચક્રવર્તીએ આ તસવીર જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લીધી છે જ્યાં એક વ્યક્તિ કોલસાની સગડી પર રમઝાન માસ દરમિયાન દુકાનમાં ઘી સાથે કબાબ બનાવી રહ્યો છે. દેબદત્ત ચક્રવર્તીએ શ્રીનગરના ખયમ ચોકમા આ તસવીર ખેંચી છે. જેને આખી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે.

પિંક લેડી ફૂડ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડના સ્થાપક અને નિર્દેશક કેરોલિન કેનને આ તસવીર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયની દુનિયામાં આપણને સૌથી વધારે કમ્ફર્ટ અને પ્રેમની જરૂર છે. આ સુંદર તસવીરમાં બધુ જ છે. સુંદર વાતાવરણ છે, કબાબનો ધુમાડો, સોનેરી પ્રકાશ અને કબાબ બનાવવામાં એકચિત્ત વ્યક્તિ. તસવીર જોઈને એવું લાગે છે કે કબાબ રાંધતી વખતે નીકળતા ધુમાડાને આપણે સૂંઘી શકીએ છીએ.
તેણે આગળ કહ્યું- અમે તે સુંદર અને સ્વાદિષ્ટ સ્વાદ અનુભવી શકીએ છીએ અને તસવીર જોઈને તેની કલ્પના પણ કરી શકીએ છીએ. આ તસવીર માત્ર સુંદર જ નથી પરંતુ તે ખૂબ જ મજબૂત છે અને આપણા આત્મામાં વસી ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ તસવીર વિશ્વના 60 દેશોના શ્રેષ્ઠ ફોટોગ્રાફરો દ્વારા મોકલવામાં આવેલી તસવીરોમાંથી પસંદ કરવામાં આવી છે.
Tags :
debduttachakrabortyFoodPhotoAwardsGujaratFirstKashmirkebabPinkLadyFoodPhotographer
Next Article