Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણા જિલ્લામાં કબૂતરબાજીની બનતી વારંવાર ઘટના

વિદેશ જવાની ઘેલછામાં છેતરવાના કિસ્સા હવે નવા નથી રહ્યા.રોજ બરોજ આવા કિસ્સા વધતા જાય છે.આમ છતાં હજુ પણ લોકો કબૂતરબાજો ની ચુંગાલમાં કોઈને કોઈ રીતે આવી જ જાય છે.મહેસાણામાં બોગસ ઓફિયા ખોલી ગાંધીનગર ના ઉવારસદ ગામના વ્યક્તિ ને વિઝા અપાવવાના બહાને લાખોમાં ઠગી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલે સોખડા અને પાટણના એજન્ટ સામે મહેસાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જો કે હજુ સુધી ઠગાàª
મહેસાણા જિલ્લામાં કબૂતરબાજીની બનતી વારંવાર ઘટના
વિદેશ જવાની ઘેલછામાં છેતરવાના કિસ્સા હવે નવા નથી રહ્યા.રોજ બરોજ આવા કિસ્સા વધતા જાય છે.આમ છતાં હજુ પણ લોકો કબૂતરબાજો ની ચુંગાલમાં કોઈને કોઈ રીતે આવી જ જાય છે.મહેસાણામાં બોગસ ઓફિયા ખોલી ગાંધીનગર ના ઉવારસદ ગામના વ્યક્તિ ને વિઝા અપાવવાના બહાને લાખોમાં ઠગી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલે સોખડા અને પાટણના એજન્ટ સામે મહેસાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જો કે હજુ સુધી ઠગાઈ આચરનાર કબૂતરબાજ પોલીસ ગિરફતમાં આવ્યા નથી
વિદેશમાં સ્થાયી થઈ ઊંચી લાઈફ સ્ટાઇલ આજે દરેક યુવાનનું સ્વપ્ન બની ગયું છે.પણ કેટલીક વખત આ સ્વપ્ન પૂરું કરવા જતાં ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે.આવું જ કંઈક ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ખાતે રહેતા 36 વર્ષીય પ્રણવ ઘનશ્યામભાઈ પટેલ સાથે થયું છે.પ્રણવ પટેલ અમેરિકામાં સ્થાયી થવાના સ્વપ્ન જોતા હતા અને આ માટે તેમણે વડોદરા જિલ્લાના સોખડા ખાતે રહેતા એજન્ટ વાળંદ ભાવેશભાઈ નો સંપર્ક કર્યો..ભાવેશભાઈ એ પ્રણવ પટેલને પોતાની મહેસાણા ખાતે ઓફિસ હોવાનું જણાવી મહેસાણા બોલાવ્યા અને વિઝા મળી જવાનો વિશ્વાસ આપ્યો.વિઝા મળી જવાના સ્વપ્ન જોતા પ્રણવ પટેલે મહેસાણા માલ ગોડાઉન ખાતે આવેલા સરદાર પટેલ વેપાર સંકુલ માં ચાલતી આર એમ એન્ટરપ્રાઇઝ પેઢી ખાતે લાખો રૂપિયાની ભાવેશ વાળંદ ને ચૂકવણી કરી.આ સમયે પેઢી ઉપર પ્રશાંત સોની  રહે પાટણ અને અન્ય એક અજાણ્યા માણસે ટૂંક સમયમાં વિઝા મળી જવાનો ભરોસો આપ્યો..પણ 55 લાખ રૂપિયા આપ્યા પછી લાંબા સમય સુધી ન વિઝા મળ્યા કે ન પૈસા પરત કરવામાં આવ્યા..છેવટે ઠગાયેલા પ્રણવ પટેલે આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે
આમ તો મહેસાણામાં વિઝા મેળવવા જતા છેતરાવાના અનેક કિસ્સા અત્યાર સુધી પ્રકાશમાં આવી ચુક્યા છે.જો કે આ ઘટનામાં ઠગાયેલ પ્રણવ પટેલ અને તેમને ઠગનાર કબૂતરબાજ બંને મહેસાણાના રહેવાસી નથી. આ ઘટનામાં માત્ર મહેસાણા ની પેઢી નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જો કે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે સોખડા ના ભાવેશ વાળંદ,પાટણ ના પ્રશાંત સોની અને એક અજાણ્યા શખ્સ સામે ઠગાઈ ની ફરિયાદ દાખલ કરી છે.જો કે હજુ સુધી ત્રણેય કબૂતરબાજ પોલીસ પકડ થી દુર છે.તો બીજી તરફ બોગસ એજન્ટ ઉપર ભરોસો કરવાના કારણે ઉવારસદ ના પ્રણવ પટેલ ને 55 લાખ ખોવા પડ્યા છે.
થોડા સમય પૂર્વે મહેસાણા તાલુકાના લિંચ ગામના યુવાનને વિઝા લેવાના ચક્કરમાં લાખો ગુમાવવા પડ્યા હતા.હજુ આ કેસમાં આરોપી પકડાયા નથી ત્યાં હવે કબૂતરબાજીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.ત્યારે હવે આ આરોપી ક્યારે પોલીસ ગિરફતમ આવશે તે એક સવાલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.