Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UGCનો સૌથી મોટો નિર્ણયઃ હવે યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે Phd ફરજીયાત નહીં, જાણો શા માટે લેવાયો નિર્ણય

યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે હવે પીએચડી કરવું ફરજીયાત નહીં હોય. તેનું મુખ્ય કારણ ઉદ્યોગ જગતના વિશેષજ્ઞ અને નિષ્ણાંતોને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવાનો મોકો આપવાનું છે. જેમાંથી મોટાભાગના પોતાના ક્ષેત્રમાં જ્ઞાનથી ભૂરપૂર હોય છે, પરંતુ પીએચડીની ડિગ્રી ન હોવાના કારમે તેઓ ભણાવી શકતા નથી. ત
10:36 AM Mar 12, 2022 IST | Vipul Pandya
યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે હવે પીએચડી કરવું ફરજીયાત નહીં હોય. તેનું મુખ્ય કારણ ઉદ્યોગ જગતના વિશેષજ્ઞ અને નિષ્ણાંતોને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવાનો મોકો આપવાનું છે. જેમાંથી મોટાભાગના પોતાના ક્ષેત્રમાં જ્ઞાનથી ભૂરપૂર હોય છે, પરંતુ પીએચડીની ડિગ્રી ન હોવાના કારમે તેઓ ભણાવી શકતા નથી. તેના માટે યુજીસી તરફથી પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ અને એસોસિએટ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ જેવા વિશેષ પદ ઉભા કરવામાં આવશે. એક ડિપ્લોમેટનું કહેવું છે કે, યુજીસીના આ નિર્ણય બાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં આંતરરાષ્ટ્રીય સંબંધ ભણાવવાનો મોકો મળી શકશે.
પહેલા શું મુશ્કેલી હતી?
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ જગદેશ કુમારે કહ્યું કે, કેટલાય નિષ્ણાંતો છે, જે ભણાવવા માગે છે, કોઈ એવું પણ હોઈ શકે જે મોટા પ્રોજેક્ટ લાગૂ કર્યા હોય, જેમની પાસે જમીની સ્તર પર મોટો અનુભવ હોય અથવા કોઈ મહાન નર્તક હોય કે સંગીતકાર હોય. અમે તેને હાલના નિયમ અનુસાર કેન્દ્રીય યુનિવર્સિટીમાં ભણાવા માટે નિયુક્ત કરી શકતા ન હતા. 
હવે શું ફેરફાર થયા?
તેમણે વધુમાં કહ્યું કે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિશેષ પદ બનાવવામાં આવશે. જેમાં પીએચડીની કોઈ જરૂર નહીં રહે. નિષ્ણાંતોએ કોઈ આપેલા ડોમેઇનમાં પોતાના અનુભવનું પ્રદર્શન કરવુ પડશે. નિષ્ણાંતો અને સંસ્થાઓની જરૂરિયાતના આધાર પર આ પદ સ્થાયી અથવા અસ્થાયી હોઈ શકે છે. 60 વર્ષની ઉંમરમાં સેવાનિવૃત થનારા નિષ્ણાંતો પણ પૂર્ણ અથવા અંશકાલિન ફેકલ્ટી તરીકે શામેલ અને 65 વર્ષ સુધી ભણાવી શકે છે.
સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિઓ સાથએ યોજાઇ હતી યુજીસી ચેરપર્સનની બેઠક
સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યુજીસી ચેરપર્સન એમ જગદેશ કુમાર સાથે ગત ગુરૂવારે બેઠક યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં શિક્ષકોની નિમણૂંક માટે નિયમમાં સંશોધન પર કામ કરવા માટે એક સમિતિ બનાવામાં આવી હતી. બેઠક અન્ય ચર્ચા ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સંચાલન અને પ્રગતિ પર ચર્ચા કરવા માટે બોલાવામાં આવી હતી. યુજીસી કોઈ પણ પ્રકારનું મોડું કર્યા વગર શિક્ષકોની નિમણૂંકને સુવ્યવસ્થિત કરવા અને સુનિશ્ચિત કરવા માટે એક કેન્દ્રીયકૃત પોર્ટલ પણ બનાવાની યોજના બનાવી રહ્યું છે. શિક્ષણમંત્રાલય અનુસાર ડિસેમ્બર 2021 સુધી કેન્દ્ર દ્વારા ગ્રાંટ મેળવતી સંસ્થામાં 10,000થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે.
Tags :
GujaratFirstPhDugcuniversities
Next Article