Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PGVCLનો વીજચોરોને કરંટ : 20.47 લાખની ગેરરીતિ બહાર આવતા દંડ ફટકારવામાં આવ્યો

પોરબંદર (Porbandar)જિલ્લામાં PGVCL દ્વારા વીજ ચોરીને ડામવા માટે ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પોરબંદર પીજીવીસીએલ એ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગ દરમિયાન 20.47 લાખની વીજ ચોરીની ગેરરીતિ બહાર આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજલોડનું પ્રમાણ ઘટાડવા માટે સતત PGVCL વીજ ચેકીંગ તથા ડ્રાઇવો યોજાઇ રહી છે.હાલમાં વિધાનસભાની ચુંટણીઓના કારણે મોટા ભાગના કર્મચારીઓ ચુંટણી ફરજમાં રà«
05:48 PM Dec 22, 2022 IST | Vipul Pandya
પોરબંદર (Porbandar)જિલ્લામાં PGVCL દ્વારા વીજ ચોરીને ડામવા માટે ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પોરબંદર પીજીવીસીએલ એ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગ દરમિયાન 20.47 લાખની વીજ ચોરીની ગેરરીતિ બહાર આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજલોડનું પ્રમાણ ઘટાડવા માટે સતત PGVCL વીજ ચેકીંગ તથા ડ્રાઇવો યોજાઇ રહી છે.
હાલમાં વિધાનસભાની ચુંટણીઓના કારણે મોટા ભાગના કર્મચારીઓ ચુંટણી ફરજમાં રોકાયેલ હોય, વિજ ચેકિંગની કામગીરી મંદ હતી. પરંતુ પીજીવીસીએલ દ્વારા ચુંટણીની કામગીરી પૂર્ણ થતા જ એક્શન મોડમાં આવી ને વિજ ચેકિંગ અંગેની કામગીરી ફરી થી શરુ કરેલ છે. જેમાં પોરબંદર જીલ્લા હેઠળના વિવિધ સબ ડીવીઝનોમાં તા.૧૯-૧૨-૨૦૨૨ તથા ૨૦-૧૨-૨૦૨૨ ના રોજ પીજીવીસીએલના વિજીલન્સ વિભાગની સુચના મુજબ પોરબંદર વર્તુળ કચેરી હેઠળના પોરબંદર ગ્રામ્ય તથા પોરબંદર શહેર ડીવીઝન હેઠળ આવતા વધુ વિજ લોસ ધરાવતા ફીડરોમાં વિજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી 
જેમાં પોરબંદર જીલ્લાના બગવદર, રાણાવાવ, રાણા કંડોરણા, કુતિયાણા, માધવપુર તેમજ પોરબંદર શહેર હેઠળના ઝુંડાળા, મીલપરા, સુભાસનગર, ઘાસ ગોડાઉન પાછળના વિસ્તારમાં વહેલી સવારે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે અન્વયે રહેણાંક હેતુના 1093 વિજ જોડાણો, વાણીજ્ય હેતુના 167 વિજ જોડાણો, ઔદ્યોગિક હેતુના 19 વિજ જોડાણો અને ખેતીવાડીના 204 વિજ જોડાણો ચેક કરવામાં આવેલ હતા. જેમાં રહેણાંક હેતુના 136 વિજ જોડાણોમાં તથા વાણીજ્ય હેતુના 16 વિજ જોડાણમાં અને ખેતીવાડીના 21 વિજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતા સદર ગેરરીતી કરનારને 20.47 લાખના દંડનીય પુરવણી બીલો પીજીવીસીએલ મારફતે આપવામાં આવેલ છે. તેમજ સદર ચેકિંગની કામગીરી દરમિયાન કુલ-24 જેટલા વિજ જોડાણો ડાયરેક્ટ લેગરિયાવાળા પણ પકડાયેલ છે જેના સામે નિયમાનુસાર પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવેલ છે. જેના કારણે વિશ્વ ચોરી કરનાર ઈસમોમાં ફફડાટ ફેલાયેલ છે.હાલમાં પીજીવીસીએલ પોરબંદર વર્તુળ કચેરી હેઠળ વીજલોસનું પ્રમાણ વધવા પામેલ હોય વિજ ચોરીને કારણે તંત્ર ને ભોગવવો પડતો હોય વિજ લોસ ઘટાડવા સતત વિજ ચેકિંગ ડ્રાઈવો યોજવામાં આવી રહી છે.
આપણ  વાંચો-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી કરી જાહેર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ElectricitytheftGujaratFirstPGVCLPorbandarPowercheckingdrive
Next Article