Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PFI નું વડોદરા કનેક્શન: વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહી

દેશ વિરોધી તત્ત્વો સામે કાર્યવાહી કરતાં આજે વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહીના સમાચાર છે. આજે NIA નાં ઇનપુટને પગલે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં  PFIનું વડોદરા કનેક્શન હોવાની શક્યતા સામે આવી છે. NIA એજન્સીની માહિતીના આધારે ATSની ટીમે અહીં દરોડા પાડ્યા છે.બાવામાનપુરાની આયેશા મસ્જીદમાં કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ગુજરાત ATS દ્વારા આ કાર્યવાહી àª
01:20 PM Sep 29, 2022 IST | Vipul Pandya
દેશ વિરોધી તત્ત્વો સામે કાર્યવાહી કરતાં આજે વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહીના સમાચાર છે. આજે NIA નાં ઇનપુટને પગલે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં  PFIનું વડોદરા કનેક્શન હોવાની શક્યતા સામે આવી છે. NIA એજન્સીની માહિતીના આધારે ATSની ટીમે અહીં દરોડા પાડ્યા છે.બાવામાનપુરાની આયેશા મસ્જીદમાં કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ગુજરાત ATS દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઇ હતી, સાથે જ આ તમામ મુદ્દે  ચાર મૌલવીઓની સઘન પુછપરછ ચાલુ છે.
PFI સાથે તાર વડોદરા જોડાયેલા હોવાની શક્યતા 
ATS સાથે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પણ આ સર્ચ ઓપરેશનમાં  પણ જોડાઇ છે. આ  મુદ્દે ગુજરાતમાં અત્યાર સુધી 18 જણાની અટકાયત કરાઇ છે. વડોદરાના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓલ ઇન્ડીયા ઇમામ કાઉન્સિલની બેઠક મદ્રસા એ હિફઝુલ ઇમામ સંસ્થામાં મળી હતી , જેમાં વિવિધવાંધાજનક ગતિવિધિઓને લઇને પોલીસે સંસ્થામાંથી 3 વ્યક્તિની  અટકાયત કરી છે. આ સાથે જ  મદ્રસાએ હિફઝુલ ઇમામને ATSએ  સીલ કરી છે.  આ સાથે જ મદ્રસાએ હિફઝુલ ઇમામ ઑફિસમાંથી મહત્વના દસ્તાવેજો ATS એ જપ્ત કર્યાં છે.  
આ પણ વાંચો- PFI ફરી NIAના નિશાના પર, જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં સર્ચ ઓપરેશન
Tags :
ATSATSSearchOperationGujaratFirstMadrasahHifzulImamNIAPFI
Next Article