Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ પહોંચશે 250 રૂપિયા કરતા વધારે, એકસાથે રૂ.119નો થશે વધારો

એકબાજુ આ કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો હતો તો બીજી તરફ આ રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધે વિશ્વભરના અનેક દેશોના અર્થતંત્ર વેર વિખેર કરી નાખ્યા છે. આ યુદ્ધના પગલે અનેક દેશોમાં મોંઘવારીએ માઝા મુકી છે. શ્રીલંકા સહિત અનેક દેશોમાં મોંઘવારીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો હવે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. હવે પાકિસ્તાનમાં પણ મોંઘવારી સાત આસમાનà«
11:51 AM Apr 15, 2022 IST | Vipul Pandya

એકબાજુ આ કોરોના મહામારીએ વિશ્વભરમાં
હાહાકાર મચાવી દીધો હતો તો બીજી તરફ આ રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધે વિશ્વભરના
અનેક દેશોના અર્થતંત્ર વેર વિખેર કરી નાખ્યા છે. આ યુદ્ધના પગલે અનેક દેશોમાં
મોંઘવારીએ માઝા મુકી છે. શ્રીલંકા સહિત અનેક દેશોમાં મોંઘવારીએ અત્યાર સુધીના તમામ
રેકોર્ડ તોડી નાખ્યા છે. તો હવે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. હવે
પાકિસ્તાનમાં પણ મોંઘવારી સાત આસમાને પહોંચવાની તૈયારીમાં છે.
પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો તાજેતરની રાજકીય કટોકટી
હળવી થયા બાદ અને સત્તા પરિવર્તન થયા બાદ પણ સ્થિતિ વધુ ખરાબ છે. એક તરફ પાકિસ્તાનની
આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તો બીજી તરફ સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ એક
બોમ્બ ફોડવાની તૈયારી ચાલી રહી છે. જો સંબંધિત પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો
પાકિસ્તાનમાં ડીઝલ-પેટ્રોલના ભાવ પળવારમાં બમણા થઈ જશે.


પાડોશી દેશમાં તેલ અને ગેસના ભાવનું નિયમન કરતી ઓઈલ એન્ડ ગેસ
રેગ્યુલેટરી ઓથોરિટી (
OGRA)એ શનિવારથી ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો કરવાની ભલામણ કરી છે. OGRAએ દરખાસ્ત કરી છે કે
પેટ્રોલના ભાવમાં
83.5 રૂપિયા પ્રતિ લિટર
અને ડીઝલના ભાવમાં
119 રૂપિયા પ્રતિ
લિટરનો વધારો કરવામાં આવે. હાલમાં પાકિસ્તાનમાં
1 એપ્રિલથી પેટ્રોલની
કિંમત
149.86 રૂપિયા અને ડીઝલની કિંમત 144.15 રૂપિયા છે. જો આ ભલામણ લાગુ કરવામાં આવશે તો પાકિસ્તાનમાં ડીઝલ
250 રૂપિયા અને પેટ્રોલ 200 રૂપિયાને પાર કરી
જશે.


નાણા મંત્રાલય ટૂંક સમયમાં નિર્ણય લેશે

પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં આક્ષેપ કર્યો
હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની આગેવાની હેઠળની સરકાર દરમિયાન
અર્થવ્યવસ્થા સ્થિર થઈ ગઈ હતી. શરીફના આ નિવેદન પરથી એવો અર્થ કાઢવામાં આવી રહ્યો
છે કે સરકાર બદલ્યા પછી પણ પાકિસ્તાનની જનતાને આસમાની મોંઘવારીમાંથી રાહત મળવાની
નથી. ઓગ્રાએ દરખાસ્તનો સમરી પેટ્રોલિયમ વિભાગને મોકલી છે. સ્થાનિક ન્યૂઝ ચેનલ
એઆરવાય ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નાણા મંત્રાલય
વડા પ્રધાન સાથે ચર્ચા કર્યા પછી ઓજીઆરએ સમરી પર અંતિમ નિર્ણય લેશે.


લાઈટ ડીઝલ, કેરોસીન મોંઘા થશે

મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં ડીઝલ-પેટ્રોલ પર GST વધારીને 70 ટકા અને 30 રૂપિયા વસૂલવાના
આધાર પર એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં
પાકિસ્તાનમાં
ડીઝલ-પેટ્રોલ પર
GST દર 17 ટકા છે અને લેવી 30 રૂપિયા પ્રતિ લિટર
છે. અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની વાત કરીએ તો લાઇટ ડીઝલના ભાવમાં
77.31 રૂપિયા પ્રતિ લીટર અને કેરોસીનના ભાવમાં 36.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.


ડીઝલના ભાવમાં 51 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની દરખાસ્ત કરી

OGRA સામાન્ય રીતે બે
ભલામણો કરે છે. પ્રથમ ભલામણમાં ટેક્સનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખવામાં આવે તો
કરવામાં આવનાર વધારા વિશે વાત કરવામાં આવી છે. બીજી ભલામણ પ્રચલિત ટેક્સના આધારે
કિંમત વધારવાની દરખાસ્ત સાથે આંશિક રીતે ગ્રાહકો પર બોજ નાખવાની છે. આના આધારે
OGRAએ પેટ્રોલના ભાવમાં 21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 51 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની દરખાસ્ત કરી છે.

Tags :
dieselGujaratFirstInflationPakistanpetrol
Next Article