Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે 16માં દિવસે પણ થયો વધારો

આજે 16માં દિવસે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતા ભારતમાં જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બુધવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની વેબસાઈટ અનુસાર બુધવારે પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીà
પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે 16માં દિવસે પણ થયો વધારો
આજે 16માં દિવસે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતા ભારતમાં જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બુધવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 
સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની વેબસાઈટ અનુસાર બુધવારે પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં 85 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ 105.41 રૂપિયા પ્રતિ લીટર અને 96.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. વળી, મુંબઈમાં પેટ્રોલ 84 પૈસા વધીને 120.51 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85 પૈસા વધીને 104.77 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. અહીં મહત્વની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે, તેમ છતા ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 16 દિવસમાં 14મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 24 માર્ચથી 1 એપ્રિલની વચ્ચે ભારતના ક્રૂડ ઓઇલમાં 14 ડોલર સુધીનો ઘટાડો થયો હતો. ત્યારથી, ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત બેરલ દીઠ $ 103 પર સ્થિર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તેલની વધતી કિંમતો પર કહ્યું કે અમેરિકા, કેનેડા સહિતના વિકસિત દેશોમાં એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં 50 ટકાનો વધારો થયો છે. જ્યારે ભારતમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે.
Advertisement

ભારતમાં, માર્ચ 2022 માં, દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યા હતા. ભાવ વધારા પર દલીલ કરતા પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું છે કે, સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. તેલ કંપનીઓએ 16 દિવસમાં 14 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 22 માર્ચથી 6 એપ્રિલ સુધીમાં પેટ્રોલ અનુક્રમે 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40, 80, 80 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. નવા વધારા સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
Tags :
Advertisement

.