Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ, ક્રૂડ ઓઈલનો ભાવ 10 વર્ષના સર્વોચ્ચ સ્તરે

દેશમાં એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના છે. દેશમાં પેટ્રોલનો ભાવ રૂ.100ને પાર પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, જે પછી ઈંઘણના ભાવમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આ ભાવ કોઇ પણ સમયે વધે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. કહેવàª
દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ  ક્રૂડ ઓઈલનો ભાવ 10 વર્ષના સર્વોચ્ચ સ્તરે
દેશમાં એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના છે. દેશમાં પેટ્રોલનો ભાવ રૂ.100ને પાર પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, જે પછી ઈંઘણના ભાવમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આ ભાવ કોઇ પણ સમયે વધે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 
છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. કહેવાય છે કે, ચૂંટણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવે છે. જોકે, સાચું-ખોટું કોણ તે પછીનો વિષય છે કારણ કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયા બાદ દેશને ક્રૂડ ઓઈલ વધુ ભાવે ખરીદવું પડે છે. જેની અસર ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે તેવી સંભાવના છે. આનાથી માત્ર સામાન્ય લોકોના ખિસ્સા પર અસર નહીં થાય. તેના કારણે મોંઘવારી વધશે. જોકે, રવિવારે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. મેરઠમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર છે. વળી ચર્ચા એ પણ થઇ રહી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવની શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. 
હવે થઇ એવું રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 121 ડોલરથી વધુ થઇ ગઈ છે. જે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ છે. 9 માર્ચ, 2012 પછી આ તેનું સર્વોચ્ચ સ્તર છે. ત્યારે આ પ્રતિ બેરલ $125.1 પર પહોંચી ગયું છે. તેના કારણે જૂનમાં માસિક સરેરાશ $118.3 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. અગાઉ એપ્રિલ 2012માં આ કિંમત પ્રતિ બેરલ $118.6 પર પહોંચી હતી. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 6 એપ્રિલે આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર થયો હતો. ગયા મહિને સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાથી જનતાને રાહત ભલે થઈ, પરંતુ ઓઈલ કંપનીઓ પર બોજ વધ્યો છે. દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે સરકારી ઓઈલ કંપનીઓના નફાને અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.