Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી સામે જમીયત ઉલમા-એ-હિંદની સુપ્રીમમાં અરજી, જાણો શું માગ કરી?

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સતત બુલડોઝરની કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે. કાર્યવાહી સામે મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. જમીયત ઉલેમા-એ-હિંદે પોતાની અરજીમાં કહ્યું છે કે યુપી સરકારે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના કોઈ પગલાં લેવા જોઈએ નહીàª
યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી સામે જમીયત ઉલમા એ હિંદની સુપ્રીમમાં અરજી  જાણો શું માગ કરી
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સતત બુલડોઝરની કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે. કાર્યવાહી સામે મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. જમીયત ઉલેમા-એ-હિંદે પોતાની અરજીમાં કહ્યું છે કે યુપી સરકારે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના કોઈ પગલાં લેવા જોઈએ નહીં.
ઉપદ્રવીઓ સામે યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે શુક્રવારની નમાજ બાદ યુપીના ઘણા જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ યોગી સરકાર દ્વારા ઉપદ્રવીઓ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ખાસ તો કાનપુરની હિંસા બાદ આરોપીઓના ઘર અને અન્ય સ્થળ પર સતત બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રયાગરાજમાં શહેરમાં ફાટી નીકળેલી હિંસાના માસ્ટરમાઈન્ડ કહેવાતા જાવેદ પંપનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. જાવેદના ઘરેથી ગેરકાયદેસર હથિયાર અને વાંધાજનક પોસ્ટર પણ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જે ઘર તોડવામાં આવ્યું તેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. જમીયત ઉલેમા-એ-હિંદે હવે યુપી સરકારની ઝડપી 'બુલડોઝર' કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
સુપ્રીમને કરેલી અરજીમાં શું કહ્યુ?
જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગણી કરી છે કે અદાલત યુપી સરકારને નિર્દેશ આપે કે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના કોઈના ઘર ના તોડે. જમીયત ઉલેમા-એ-હિંદે પોતાની અરજીમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કાયદા અને મ્યુનિસિપલ કાયદાઓનું ઉલ્લંઘન કરીને તોડી પાડવામાં આવેલા મકાનો માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવે.
અરજદારે કહ્યું કે હાલની સ્થિતિ વધુ ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે પહેલા જ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં આ પ્રકારના શિક્ષાત્મક પગલા તરીકે કરવામાં આવી રહેલા ડિમોલિશન પર સ્ટે મૂકવાનો આદેશ આપ્યો હતો. 
બુલડોઝરની કાર્યવાહી સામે વિપક્ષનો વિરોધ
યુપીમાં હિંસા ફેલાવનારાઓની મિલકતો પર પણ રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. વિપક્ષે તેને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને વહીવટીતંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. સાથે જ ભાજપના નેતાઓ આવી કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે, તેઓ ઉપદ્રવીઓને સબક શીખવવા માટે આ કાર્યવાહીને યોગય ગણાવી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.