Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટોઈલેટમાં પણ મોબાઈલ લઈને બેસતા લોકો થઈ જાવ Alert!

મોબાઈલ અને ગેજેટ્સ આજ-કાલ સૌ કોઈના જીવનનો એક અમૂલ્ય હિસ્સો બની ગયા છે. કારણ કે તે આપણા મોટા ભાગના કામોને સરળ બનાવી દે છે અને એ પણ બેઠાં બેઠાં.. જો સમય મળે તો એક મિનિટ માટે પણ મોબાઈલ જોવાનું ચૂકતા નથી. પરંતુ જો તમે પણ બાથરૂમમાં તમારી સાથે મોબાઈલ પણ લઈને જતા હોવ તો જાણી લેજો આ વાત.. બાથરૂમ કે ટોઇલેટમાં ફોનનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.ઘણાં લોકોને બાથરૂમ  કે ટોયલ
08:31 AM Jul 18, 2022 IST | Vipul Pandya
મોબાઈલ અને ગેજેટ્સ આજ-કાલ સૌ કોઈના જીવનનો એક અમૂલ્ય હિસ્સો બની ગયા છે. કારણ કે તે આપણા મોટા ભાગના કામોને સરળ બનાવી દે છે અને એ પણ બેઠાં બેઠાં.. જો સમય મળે તો એક મિનિટ માટે પણ મોબાઈલ જોવાનું ચૂકતા નથી. 
પરંતુ જો તમે પણ બાથરૂમમાં તમારી સાથે મોબાઈલ પણ લઈને જતા હોવ તો જાણી લેજો આ વાત.. બાથરૂમ કે ટોઇલેટમાં ફોનનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
ઘણાં લોકોને બાથરૂમ  કે ટોયલેટમાં બેસીને મ્યુઝિક કે ચેટીંગ કરવાની આદત હોય છે. પરંતુ આ આદત તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. કારણ કે ટોયલેટ જેને બેક્ટેરિયાનું ઘર માનવામાં આવે છે. તેથી જો તે જગ્યા પર મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો વાઈરસ અને બેક્ટેરિયા ફોનની સ્ક્રીન પર ચોંટી જાય છે અને ઘણી બીમારીઓની શક્યતા પેદા થાય છે.
આવો જાણીએ મોબાઈલને ટોઈલેટમાં લઈને જશો તો શું થશે?
 જે લોકો મોબાઈલ લઈને ટોયલેટ સીટ પર બેસે છે, તે લોકોમાં કબજિયાતની સમસ્યા વધુ રહે છે. જેના કારણે યુરીન ઇન્ફેક્શન (UTI)ની શક્યતા પણ વધી જાય છે.
જે હાથથી ટોયલેટ સીટ કે ટોયલેટ પેપરનો ઉપયોગ કરતા હોવ તે જ હાથથી મોબાઈલને પકડવાથી અનેક પ્રકારના બક્ટેરિયા મોબાઈલ ફોનની સ્ક્રીન પર ચોંટી જાય છે. આ જ ફોન લઈને તમે બેડરૂમ, રસોડા કે ડાઇનિંગ હોલમાં જાવ એટલે મોબાઈલના માધ્યમથી તમે આખા ઘરમાં, બેડ અને ડાઇનિંગ ટેબલ સુધી આ બેક્ટેરિયા આસાનીથી પહોંચાડો છો.
તેમજ હવે જમાનો ટચ સ્કીનનો છે. અને જો આ રીતે એ જ મોબાઈલને વારંવાર ટચ કરો છો અને પછી પાછા તે હાથથી જ જયારે તમે જમો, એટલે એ જ કીટાણું તમારા પેટ સુધી પહોંચી જવાના.. જેનાથી ઝાડાં, યુરીન ઇન્ફેક્શન, પેટ અને પાચન સાથે સંકળાયેલી અનેક બીમારીઓ તમારા શરીરમાં ઘર બનાવી લે છે.
તેથી આ બધી આફતોને નોંતરું આપવું એના કરતા ટોઈલેટમાંછી ફ્લશ કરીને તરત જ હાથ ધોઈને બાથરૂમમાંથી બહાર આવી જાવ. ટોયલેટમાં મળની સાથે ટોક્સિન અને બેક્ટેરિયા પણ નીકળે છે. ફ્લશ કરવાથી બેક્ટેરિયા હાઇ-સ્પીડ પાણીમાંથી હવાના સંપર્કમાં આવે છે આ બાદ બાથરૂમમાં રાખેલી અન્ય વસ્તુઓ સુધી આ બેક્ટેરિયા સરળતાથી પહોચી જાય છે. ઇ-કોલી બેક્ટેરિયા ફ્લશમાં 6 કલાક સુધી જીવિત રહી શકે છે. આ બેક્ટેરિયા તમારા સંપર્કમાં આવતાની સાથે જ તમને દવાખાના સુધી ધકેલી શકે છે.
મગજ અને મનને આરામ આપવો પણ એટલો જ જરૂરી છે. બાથરૂમમાં કે ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરવો એ ખરાબ આદત છે કારણ કે, આ દરમિયાન તમે કોઈને કોલ કે મેસેજ કરો છો તો તમારું મગજ પણ કામ કરવા લાગે છે. જેના કારણે સ્ટ્રેસ થાય છે અને ફોક્સ ઓછું થઇ જાય છે. તેથી મગજ અને મનની સાથે ફોનને પણ થોડો આરામ આપો.
Tags :
GujaratFirstmobilephonetoilet
Next Article