Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીની જામા મસ્જિદ બહાર લોકોનું વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં જામા મસ્જિદની બહાર મુસ્લિમ સમુદાયના લોકોએ  વિરોધ પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શન નુપુર શર્માના નિવેદન વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. હાથમાં પોસ્ટર અને બેનરો લઈને લોકોએ સૂત્રોચ્ચાર કર્યો છે.  વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પ્રદર્શન અંગે જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે મસ્જિદ કમિટી દ્વારા પ્રદર્શન માટે કોઈ જાહેરાત કરાઇ નàª
દિલ્હીની જામા મસ્જિદ બહાર લોકોનું વિરોધ પ્રદર્શન
Advertisement
દિલ્હીમાં જામા મસ્જિદની બહાર મુસ્લિમ સમુદાયના લોકોએ  વિરોધ પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શન નુપુર શર્માના નિવેદન વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. હાથમાં પોસ્ટર અને બેનરો લઈને લોકોએ સૂત્રોચ્ચાર કર્યો છે.  વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 
પ્રદર્શન અંગે જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે મસ્જિદ કમિટી દ્વારા પ્રદર્શન માટે કોઈ જાહેરાત કરાઇ નથી.  ગઈ કાલે જ્યારે લોકો વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે અમે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે જામા મસ્જિદ કમિટી તરફથી વિરોધનું કોઇ એલાન નથી. અમને ખબર નથી કે વિરોધીઓ કોણ છે. લાગે છે કે તેઓ AIMMના છે. અમે સ્પષ્ટ કર્યું કે જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો કરી શકે છે, પરંતુ અમે તેમને સમર્થન નહીં આપીએ.
દિલ્હી પોલીસનું કહેવું છે કે સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા અને ભાજપના નેતા નવીન કુમાર જિંદાલના નિવેદન સામે લોકોએ જામા મસ્જિદમાં વિરોધ કર્યો હતો. અમે લોકોને ત્યાંથી દૂર કર્યા છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

નૂપુર શર્મા પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ કારણે ભાજપે તેમની સામે કાર્યવાહી કરી હતી પરંતુ મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે નુપુર શર્માની ધરપકડ થવી જોઈએ. નુપુર શર્મા વિરુદ્ધ દિલ્હીમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે  નુપુરના નિવેદન પહેલા અને પછીના ટ્વીટ અને સોશિયલ મીડિયા પર આવેલા વિવાદાસ્પદ નિવેદનોની તપાસ કર્યા બાદ પોલીસે બે એફઆઈઆર નોંધી છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને પૂછપરછ માટે નોટિસ આપીને બોલાવશે.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×