શિયાળાની ફૂલ ગુલાબી મૌસમ શરૂ થતાં નેશનલ હાઇવે ઉપર ઉબાડીયાની હાટડીઓ શરૂ
ઉંધિયાની સાથે ઉંબાડિયું પણ ફેવરિટઠંડીમાં લોકોને સ્વાદનો ગરમાટો પૂરો પાડે છેદક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે ઉંબાડિયું શિયાળાની મોસમમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવાની પરંપરા સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે ત્યારે શિયાળામાં ઊંધિયા સાથે હવે ઉંબાડિયું પણ પ્રખ્યાત બની રહ્યું છે અને આ ઉબાડિયાને માટીના માટલામાં મૂકી તેને બાફી સ્વાદિષ્ટ કરવામાં આવે છે અને ભરૂચમાં પણ ઉà
12:45 PM Dec 10, 2022 IST
|
Vipul Pandya
- ઉંધિયાની સાથે ઉંબાડિયું પણ ફેવરિટ
- ઠંડીમાં લોકોને સ્વાદનો ગરમાટો પૂરો પાડે છે
- દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે ઉંબાડિયું
શિયાળાની મોસમમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવાની પરંપરા સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે ત્યારે શિયાળામાં ઊંધિયા સાથે હવે ઉંબાડિયું પણ પ્રખ્યાત બની રહ્યું છે અને આ ઉબાડિયાને માટીના માટલામાં મૂકી તેને બાફી સ્વાદિષ્ટ કરવામાં આવે છે અને ભરૂચમાં પણ ઉબાડિયાની હાટડીઓ જોવા મળી રહી છે.
સુરતી ઊંધીયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉબાડીયુ પ્રખ્યાત છે. જોકે તેમ ઊંધીયા કરતા તેલ ઓછું જતું હોય અને માટલામાં બનાવાતી આ વાનગી ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરની (Ankleshwar) સ્વાદ પ્રિય જનતાને ટેસ્ટના ચસ્કા કરાવી રહી છે.
ભરૂચના કોલેજ રોડ તેમજ અંકલેશ્વર ઓલ્ડ નેશનલ હાઇવે સહિતના સ્થળે ઉબાડિયાની આ હાટડીઓ ઉપર પાપડી, શક્કરિયા, રતાળુ, બટાટા અને મસાલાઓથી માટલામાં બનતી આ વાનગી હાલ તો ઠંડીમાં લોકોને સ્વાદનો ગરમાટો પૂરો પાડી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article