ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બનાસકાંઠામાં જળ સંચય માટે પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

આજે રાજયભરમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠાના જળસંચય અભિયાનનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઝેરડા ખાતે આવેલા ગુલાબસાગર તળાવથી કર્યો હતો. જેમાં જિલ્લાના પદાઅધિકારીઓ તેમજ બનાસ ડેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતી અને પશુપાલનના માટે પાણી મુખ્ય સ્ત્રોત છે. ભૂગર્ભ જળનું જળ સ્તર ઊંચું આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંàª
11:42 AM Feb 17, 2023 IST | Vipul Pandya
આજે રાજયભરમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠાના જળસંચય અભિયાનનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઝેરડા ખાતે આવેલા ગુલાબસાગર તળાવથી કર્યો હતો. જેમાં જિલ્લાના પદાઅધિકારીઓ તેમજ બનાસ ડેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતી અને પશુપાલનના માટે પાણી મુખ્ય સ્ત્રોત છે. ભૂગર્ભ જળનું જળ સ્તર ઊંચું આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જળસંચય અભિયાનના ઉદઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ સંગ્રહ માટે અપીલ કરી છે જેને સહર્ષ સ્વીકારીને બનાસકાંઠા જિલ્લાના જનપ્રતિનિધિઓ પાણી માટે ખુબ સરસ કામ કરી રહ્યા છે, ત્યારે જળ સંચય માટે પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાએ જળ સંકટના સામના માટે જળસંગ્રહ અને પાણીની કરકસર કરવી પડશે. આજે પાણી તળ ઉંડા જઇ રહ્યા છે ત્યારે પાણીની કિંમત સમજવી જરૂરી છે. પિયત માટે ડ્રિપ ઇરીગેશન અપનાવી પાણીનો બગાડ અટકાવવા તથા જ્યાં સિંચાઇની સુવિધા છે ત્યાં પાણીનો બગાડ ન થાય તેની કાળજી રાખવા સૂચન કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષએ ગલબાભાઇ નાનજીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, બનાસ ડેરીએ 139  જેટલાં તળાવો ઉંડા કરી જળ સંચયનું ખુબ મોટું જનસેવાનું કામ કર્યુ છે. 
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી જળ સંચયના કામો કરી જિલ્લાને હરીયાળો બનાવવા માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરીએ.આ પ્રસંગે લોકસભાના સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 2018  થી સુજલામ- સુફલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 
બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય માટે બનાસ ડેરીએ પણ તળાવો ઉંડા કરવાનું અભિયાન ઉપાડ્યું છે. ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લો પીવાના પાણી માટે પણ વલખા મારતો હતો. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને સુજલામ- સુફલામ યોજના દ્વારા પાણીની સમસ્યાઓનો કાયમી અંત લાવ્યો છે. લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા આજના સમયની માંગ છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઈ માળી અને માવજીભાઇ દેસાઇ, પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઇ રબારી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચૌધરી, બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામસિંહ ચાૈધરી, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પડ્યા સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આપણ  વાંચો-ગાંધીનગરમાં 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડીકોન યોજાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BanaskanthaCentralGovtGujaratFirstPeopleShankarbhaiChaudharyStateGovtSujlamSuflamWaterstorage
Next Article