Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રદ્ધા હત્યા કાંડનો રેલો સુરત પહોંચ્યો, ડ્રગ પેડલરનું આફતાબ સાથે કનેક્શન

દેશભરમાં ચકચાર જગાવનારા શ્રદ્ધા હત્યાકાંડ (Shraddha Murder Case)માં આખરે ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla) સાથે જોડાયેલા ડ્રગ (Drugs) પેડલરની સુરતમાંથી ધરપકડ કરાઇ છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીન (Faizal Momin) આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ હત્યા કેસની ગુથ્થી ઉકેલવા માટે પોલીસ આજે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવી રહી છે. આફતાબનુàª
શ્રદ્ધા હત્યા કાંડનો રેલો સુરત પહોંચ્યો  ડ્રગ પેડલરનું આફતાબ સાથે કનેક્શન
દેશભરમાં ચકચાર જગાવનારા શ્રદ્ધા હત્યાકાંડ (Shraddha Murder Case)માં આખરે ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla) સાથે જોડાયેલા ડ્રગ (Drugs) પેડલરની સુરતમાંથી ધરપકડ કરાઇ છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીન (Faizal Momin) આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ હત્યા કેસની ગુથ્થી ઉકેલવા માટે પોલીસ આજે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવી રહી છે. 
આફતાબનું સુરત કનેક્શન
દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબનું સુરત કનેક્શન બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આફતાબને જે શખ્સ ડ્રગ પહોંચાડતો હતો તે સુરતનો છે જેથી પોલીસ તપાસનો રેલો સુરત પહોંચ્યો હતો. પોલીસે આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ પેડલરને ઝડપી લીધો હતો. પોલીસે ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરી હતી. ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ પહોંચાડતો હતો. 
4 કરોડના ડ્રગ કેસમાં પકડાયો હતો
પોલીસ હવે ફૈઝલ મોમીનની કોલ રિકોર્ડની તપાસ કરી રહી છે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરતના પાંડેસરા અને અમરોલીમાં પકડાયેલા 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈ થી ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો હતો. દિલ્હી પોલીસે ફૈઝલનો કબજો લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે. 
આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ
બીજી તરફ દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબનો ફરી એકવાર પોલીગ્રાફ ટેસ્ટ કરાવી રહી છે. અત્યાર સુધી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ 20 કલાકથી વધુ સમય માટે કરવામાં આવ્યો છે. આમ છતાં દિલ્હી પોલીસને કોઈ મહત્વનો સુરાગ મળ્યો નથી. આફતાબ એટલો હોંશિયાર છે કે તે પોલીગ્રાફ ટેસ્ટમાં પણ છટકી રહ્યો છે. જો કે, આફતાબના જવાબો અને મળેલા પુરાવાઓના આધારે, દિલ્હી પોલીસે ચોક્કસપણે નાર્કો ટેસ્ટ માટે 70 પ્રશ્નોની લાંબી સૂચિ તૈયાર કરી છે. હવે દિલ્હી પોલીસને નાર્કો ટેસ્ટમાંથી જ શ્રદ્ધા હત્યા કેસમાં મહત્વની કડીઓ મળવાની આશા છે.

પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ 
 આ પહેલા આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ ત્રણ દિવસ સુધી કરવામાં આવ્યો હતો. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તે પૂર્ણ થઈ શક્યું ન હતું. હાલમાં આફતાબ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે અને તેની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે. પોલીસને તમામ ટેસ્ટ માટે ત્રણ દિવસનો સમય મળ્યો છે. પોલીસને આશા છે કે આ ત્રણ દિવસમાં તે આફતાબ પાસેથી પુરાવાની માહિતી એકઠી કરશે.
50થી વધુ પ્રશ્નો પુછાયા
આફતાબના ત્રણ દિવસના આ ટેસ્ટમાં પોલીસને ચોક્કસપણે એટલી માહિતી મળી છે કે ચાર્જશીટ મક્કમતાથી તૈયાર કરી શકાય. પરંતુ હજુ સુધી પોલીસ આ ઘટનાને લગતા કેટલાક મોટા પુરાવા એકત્ર કરી શકી નથી. એવી આશા છે કે પોલિગ્રાફી દરમિયાન આરોપી આફતાબ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસને ચોક્કસ પુરાવા મળશે. તેનાથી કોર્ટમાં કેસ સાબિત કરવામાં મદદ મળશે. ત્રણ દિવસ સુધી પોલીગ્રાફી દરમિયાન શ્રદ્ધા સાથેના તેના સંબંધો અને ઘટના અંગે 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

નાર્કો ટેસ્ટમાં 70 પ્રશ્નોનો સામનો કરવો પડશે
અત્યાર સુધી લેવાયેલ પોલીગ્રાફ ટેસ્ટ બાદ 70 પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી છે, જે નોર્કો ટેસ્ટ દરમિયાન પૂછવામાં આવશે. પોલિગ્રાફ ટેસ્ટનો સંપૂર્ણ રિપોર્ટ આવવાનો બાકી છે. આવી સ્થિતિમાં આફતાબના નાર્કો ટેસ્ટમાં થોડા દિવસો લાગી શકે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.