સર્વ નમન સ્કૂલમાં મેનેજમેન્ટને લઈને વાલીઓનો હોબાળો, જાણો સમગ્ર મામલો
ભરૂચ (Bharuch) ઝાડેશ્વર નજીકના નીલકંઠેશ્વર મંદિર પાસે આવેલ સર્વ નમન સ્કૂલમાં મેનેજમેન્ટને લઈ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વર્ષોથી સેવા આપી બહેનોની જગ્યાએ અન્ય બહેનોનો પણ ઉમેરો થતાં વાલીઓએ ભારે હોબાળો મચાવી મેનેજમેન્ટને રજૂઆત કરવા સાથે અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.ભરૂચના નીલકંઠેશ્વર મંદિર પાસે આવેલ સર્વ નમન સ્કૂલ માં ધોરણ ૫થી 12ના અંદાજિત ગુજરાત ભરના ૩૧૫ વિદà«
06:09 PM Dec 14, 2022 IST
|
Vipul Pandya
ભરૂચ (Bharuch) ઝાડેશ્વર નજીકના નીલકંઠેશ્વર મંદિર પાસે આવેલ સર્વ નમન સ્કૂલમાં મેનેજમેન્ટને લઈ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વર્ષોથી સેવા આપી બહેનોની જગ્યાએ અન્ય બહેનોનો પણ ઉમેરો થતાં વાલીઓએ ભારે હોબાળો મચાવી મેનેજમેન્ટને રજૂઆત કરવા સાથે અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ભરૂચના નીલકંઠેશ્વર મંદિર પાસે આવેલ સર્વ નમન સ્કૂલ માં ધોરણ ૫થી 12ના અંદાજિત ગુજરાત ભરના ૩૧૫ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે અને આશરો પણ મેળવી રહી છે સંસ્થામાં અન્ય જિલ્લામાંથી બહેનોને લાવી મદદ માટે મૂકવામાં આવી હોવાને લઈને ભારે હોબાળો થયો હતો 17 વર્ષથી વિદ્યાર્થીનીઓ સાથે ટેવાઈ ગયેલી બહેનોની જગ્યાએ અન્ય બહેનોની ભરતીને લઈને વાલીઓએ સવારે નીલકંઠેશ્વર મંદિર ખાતે એકત્ર થઈ સ્કૂલ મેનેજમેન્ટએ રજૂઆત કરી હતી.
આગામી દિવસોમાં SSC અને HSCની પરીક્ષા આવી રહી છે ત્યારે જ સંસ્થાના મેનેજમેન્ટની કામગીરી સામે પણ વાલીઓએ રોષ ઠાલવ્યો હતો મેનેજમેન્ટમાં નવી બહેનોને લાવવામાં આવતા 17 વર્ષથી સેવામાં રહેતી બહેનોની અન્ય જગ્યાએ બદલી થાય અથવા તો તેઓને છુટા કરી દેવામાં આવે તેવા ભય સાથે મેનેજમેન્ટ સામે આક્રોશ વ્યક્ત કરી વાલીઓએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
સર્વ નમન સ્કૂલમાં મેનેજમેન્ટમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ અન્ય બહેનોને મદદ માટે અને સંસ્થામાં ચાલી રહેલી કામગીરીથી બાકી થાય અને તે બહેનો પણ એક્ટિવ થાય તે માટે મૂકવામાં આવી છે અને માત્ર ૨૪ કલાક જ થયા છે પરંતુ કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર ખોટા મેસેજ મૂકી સંસ્થાને બદનામ કરતા હોય સાથે જ જે જુની બહેનો છે તેમને પણ છુટા કર્યા નથી અને કરવાના પણ નથી ખોટો ઇસ્યુ ઉભો કરી વાલીઓ રજૂઆત કરવા આવ્યા હોવાનું રટણ સર્વ નમન સ્કૂલના સંચાલકોએ કહ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article