Mehsana ની ખાનગી શાળાના પેપર ફૂટ્યા, શાળાના શિક્ષકે જ પેપરો ફૂટ્યાનો દાવો કર્યો
મહેસાણાની કાવેરી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકે જ પોતાની અને અન્ય એક સ્કૂલમાં ધોરણ 6,7 અને 8ના પેપર ફૂટી ગયા હોવાનો દાવો કરતા ખળભળાટ મચ્યો છે. શિક્ષક દ્વારા આ મામલે કલેકટર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. બંને શાળાના 13 પ્રશ્નપત્રો...
મહેસાણાની કાવેરી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકે જ પોતાની અને અન્ય એક સ્કૂલમાં ધોરણ 6,7 અને 8ના પેપર ફૂટી ગયા હોવાનો દાવો કરતા ખળભળાટ મચ્યો છે. શિક્ષક દ્વારા આ મામલે કલેકટર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. બંને શાળાના 13 પ્રશ્નપત્રો એક સમાન પણ તારીખો અલગ અલગ હોવાનું જણાવાયુ છે. શાળાનું પરિણામ ઉંચુ બતાવવા એક જેવા પેપર અલગ અલગ તારીખે લેવાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.પ્રથમ સત્રાંત પરીક્ષાના આધારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ બનતું હોય છે.ત્યારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ ઉંચુ લાવવા પ્રથમ સત્રાંતથી જ ગપલો કરવામાં આવતો હોવાનો દાવો હાલમાં અલકેશ પટેલે દાવો કર્યો છે.
Advertisement
આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન, જાણો શું કહે છે હવામાન વિભાગ ?
Advertisement