Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘પેપર નથી ફૂટ્યું, શિક્ષણ તંત્રને બદનામ કરવાનો ઇરાદો’ : શિક્ષણ બોર્ડના ચેરમેન એ. જે. શાહનું નિવેદન

રાજ્યમાં હાલમાં થોડા સમયથી વિવિધ પરીક્ષામાં પેપર ફૂટવાના કે પછી ગેરરીતિ થવાના જે બનાવો બની રહ્યા છે, તે અટકવાનું નામ નથી લઇ રહ્યા. શનિવારે આ પ્રાકરની વધારે એક ઘટના બની છે. શનિવારે 10મા ધોરણનું હિન્દી ભાષાનું પેપર હતું. તેવામાં પરીક્ષા પુરી થાય તેના લગભગ અડધો કલાક પહેલા જ જવાબો સાથે સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. જેના કારણે હવે એવા આક્ષેપો થઇ રહ્યા છે કે ધોરણ 10નું
 lsquo પેપર નથી ફૂટ્યું  શિક્ષણ તંત્રને બદનામ કરવાનો ઇરાદો rsquo    શિક્ષણ બોર્ડના ચેરમેન એ  જે  શાહનું નિવેદન
રાજ્યમાં હાલમાં થોડા સમયથી વિવિધ પરીક્ષામાં પેપર ફૂટવાના કે પછી ગેરરીતિ થવાના જે બનાવો બની રહ્યા છે, તે અટકવાનું નામ નથી લઇ રહ્યા. શનિવારે આ પ્રાકરની વધારે એક ઘટના બની છે. શનિવારે 10મા ધોરણનું હિન્દી ભાષાનું પેપર હતું. તેવામાં પરીક્ષા પુરી થાય તેના લગભગ અડધો કલાક પહેલા જ જવાબો સાથે સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. જેના કારણે હવે એવા આક્ષેપો થઇ રહ્યા છે કે ધોરણ 10નું હિન્દીનું પેપર ફૂટી ગયું છે. 
તો સામેની તરફ આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ રાજ્યનો શિક્ષણ વિભાગ દોડતો થયો હતો. તરત જ તપાસ માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓ દ્વારા આ ઘટનાને લઇને ફરી એક વખત સરકાર અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તો સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો પણ સામે આવી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે શિક્ષણ બોર્ડના ચેરમેન એ. જે. શાહે આ ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 
એ. જે. શાહે આ ઘટનાને ગેરરીતિ ગણાવી હતી અને કહ્યું હતું કે પેપર નથી ફૂટ્યું. આ માત્ર ગેરરીતિનો કિસ્સો છે. તેમણે કહ્યું કે ‘આજે સવારે 10 વાગે ધોરણ 10નું હિન્દીનું પેપર હતું. 2900 જેટલા બિલ્ડીંગોમાં આ પરીક્ષા લેવાઇ રહી હતી. પરીક્ષા સીસીટીવી તથા ઇલેક્ટ્રોનિક્સ સર્વેલાન્સના માધ્યમથી લેવાઇ રહી છે. પરીક્ષાનું પેપર છેક વર્ગખંડ સુધી સુરક્ષિત પહોંચે તે માટે છેલ્લા બે વર્ષથી પાટા સિસ્ટમ અમલમાં છે. આજે પણ આ સિસ્ટમ પ્રમાણે અમારા પેપર સુરક્ષિત રીતે વર્ગખંડ સુધી પહોંચ્યા હતા. એટલે પેપર ફૂટવાની બાબત યોગ્ય નથી. ’
‘આ જે બનાવ સામે આવ્યો છે તે બનાવની વાત 12:45 કલાકની છે. જેની મને જાણ 1 વાગે થઇ હતી. જે પેપર 10 વાગે શરુ થઇ જાય. લગભગ 7 લાખ 39 હજાર વિદ્યાર્થીઓના હાથમાં આવી ગયું હોય. તેમાં આવો કોઇ બનાવ બનવાની શક્યતા નથી. એટલે ખાસ કરીને મારી વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી છે કે પરીક્ષાનું પેપર વાયરલ થયું નથી. તેમના પરફોર્મેન્સના આધારે તેમને યોગ્ય માર્કસ આપવામાં આવશે. આવી કોઇ અફવાઓમાં હિંમત ખોવાની જરુર નથી.’
તેમણે આગળ કહ્યું કે ‘વાયરલ થયેલા જવાબની વાત કરીએ તો 12:45 કલાકે વાયરલ થયેલા જવાબ પહોંચાડવા હોય તો ક્યાં પહોંચે? ક્લાસરુમમાં તો કોઇની પાસે મોબાઇલ હોતા નથી. એટલે પ્રશ્નપત્ર વાયરલ થયું છે ત વાત સાચી નથી. કોઇ વિદ્યાર્થી કદાચ થોડો વહેલો નિકળ્યો હોય. સુપરવાઇઝરની ભુલના કારણે પેપર બહાર લઇને જતો રહ્યો હોય. તેનો આધાર લઇને બહાર કોઇ વ્યક્તિએ તે પેપરને સોલ્વ કર્યુ હોય. પરંતુ સોલ્વ કર્યા પછી પણ કોને મોકલવું?  અંદર કોઇ પાસે ફોન નથી હોતા, અને કોઇ વિદ્યાર્થી 10:30 પછી પરીક્ષા આપવા આવી શકતો નથી. આ બનાવની યોગ્ય તપાસ કરાવવામાં આવશે. જેમાં સાયબર પોલીસની પણ મદદ લેવામાં આવશે. ’
પેપર નથી ફૂટ્યું તો પછી આ રીતે સોશિયલ મીડિયા પર પેપર વાયરલ કરવા પાછળનું કારણ શું હોઇ શકે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આવું કરવા પાછળનો ઇરાદો શિક્ષણ તંત્ર અને સરકારને બદનામ કરવાનો હોઇ શકે. અમરા એક અધિકારીને આ તપાસની જવાબદારી સોંપવમાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.