Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની RBIના સેન્ટ્રલ બોર્ડમાં નિમણૂક, જાણો શું જવાબદારી મળી?

ગુજરાતના ઉદ્યોગજગત માટે ગૌરવવંતા સમાચાર આવ્યા છે. વધુ એક ગુજરાતીને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ ગુજરાતી એટલે ઝાયડસ લાઇફના અધ્યક્ષ પંકજ પટેલ. જેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના (RBI)ના બોર્ડમાં મહત્વની જવાબદારી આપવામાં આવી છે. પંકજ પટેલની  RBIના સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના કોઇ ઉદ્યોગપતિ RBIમાં ગયા હોય તેવી આ પ્રથમ ઘàª
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની  rbiના સેન્ટ્રલ બોર્ડમાં નિમણૂક  જાણો શું જવાબદારી મળી
ગુજરાતના ઉદ્યોગજગત માટે ગૌરવવંતા સમાચાર આવ્યા છે. વધુ એક ગુજરાતીને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ ગુજરાતી એટલે ઝાયડસ લાઇફના અધ્યક્ષ પંકજ પટેલ. જેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના (RBI)ના બોર્ડમાં મહત્વની જવાબદારી આપવામાં આવી છે. પંકજ પટેલની  RBIના સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના કોઇ ઉદ્યોગપતિ RBIમાં ગયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. જેથી સ્વાભાવિક રીતે જ ગુજરાત માટે પણ આ ગૌરવની વાત છે.
ઝાયડસ કેડિલા તરીકે ઓળખાતી Zydus Lifesciences Limited કંપની દેશની અગ્રણી ફાર્મા કંપની છે. જેના ચેરમેન પંકજ પટેલ છે. જેમની આરબીઆઇના બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ ચાર વર્ષ માટે પંકજ પટેલની આરબીઆઇ બોર્ડમાં નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નિમણૂકની તારીખથી ચાર વર્ષ અથવા તો આગળના આદેશની તારીખ સુધી, બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધી તેમની નિયુક્તિ કરવામાં આવી છે.
Advertisement

કંપનીએ આપી માહિતી
Zydus Lifesciences દ્વારા આ અંગે મંગળવારે માહિતી આપવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું કે "કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ RBI એક્ટ, 1934ની કલમ 8 (1)(c) હેઠળ પંકજ પટેલની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી, જે વહેલું હોય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવી છે.
અનેક સંસ્થાઓ અને સરકારી તંત્ર સાથે જોડાયેલા
પંકજ પટેલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 2016-17ના અધ્યક્ષ હતા. આ સિવાય પંકજ પટેલ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરીંગ ગ્રૂપ (MSG), નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ રચાયેલી સર્વોચ્ચ નીતિ નિર્ધારણ અને સંચાલન સંસ્થા તથા મંત્રાલય દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી - IIM ઉદયપુરના અધ્યક્ષ છે. ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)- અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય પણ છે. 2011થી તેઓ ગુજરાત કેન્સર સોસાયટીના કાર્યકારી અધ્યક્ષ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટી છે. તેઓ ગુજરાત કેન્સર અને સંશોધન સંસ્થાના અધ્યક્ષ પણ છે.
Tags :
Advertisement

.