Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌચરોના સંરક્ષણ બાબતે થોડાક વધારે ગંભીર નિયમનો, કાનૂનો અને પગલાઓ લેવા જરૂરી

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવી છે. ગાયની સાથે તમામ પશુઓને પણ તેમના જીવવાના અધિકારને માણસે રક્ષવાનો આદેશ આપવામાં આવ્યો છે એ વિચારધારામાંથી ગાયોના સંરક્ષણ માટે પાંજરાપોળની રચના થઇ. ગ્રામ્ય પ્રદેશોમાં પશુઓનો પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે “ગૌચર” નામે જમીન પણ આરક્ષિત કરવામાં આવી. જીવદયા પ્રેમીઓના પ્રયાસથી અને દાતાઓના સહયોગથી અમદાવાદ સહિત ગુજરાતના લગભગ બધàª
ગૌચરોના સંરક્ષણ બાબતે થોડાક વધારે ગંભીર નિયમનો  કાનૂનો અને પગલાઓ લેવા જરૂરી
ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવી છે. ગાયની સાથે તમામ પશુઓને પણ તેમના જીવવાના અધિકારને માણસે રક્ષવાનો આદેશ આપવામાં આવ્યો છે એ વિચારધારામાંથી ગાયોના સંરક્ષણ માટે પાંજરાપોળની રચના થઇ. ગ્રામ્ય પ્રદેશોમાં પશુઓનો પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે “ગૌચર” નામે જમીન પણ આરક્ષિત કરવામાં આવી. જીવદયા પ્રેમીઓના પ્રયાસથી અને દાતાઓના સહયોગથી અમદાવાદ સહિત ગુજરાતના લગભગ બધા જ શહેરોમાં પાંજરાપોળનું નિર્માણ થતું રહ્યું. હમણાં હમણાંતો ગ્રામીણ પ્રદેશોમાં પણ - ખાસ કરીને મંદિરોની આજુબાજુ પાંજરાપોળ બનાવવાનો ઉત્સાહ વધ્યો છે. 
આવી સકારાત્મક વાત સાથે થોડી દુઃખદ કહી શકાય તેવી અને ચિંતા કરાવે તેવી ઘટનાઓને જોડવાની અમે અમારું ઉત્તરદાયિત્વ સમજીએ છીએ. એકાદ સપ્તાહ પહેલાં જ ગુજરાતના એક પાંજરાપોળની એક સાથે 100 કરતા પણ વધુ ગાયોના અકુદરતી મૃત્યુના સમાચાર પાંજરાપોળના રખરખાઉ અને તેના વ્યવસ્થાપન સામે પ્રશ્નો ઉભા કરે છે. 
આ કોઇ એક ચોક્કસ પાંજરાપોળની વાત નથી પણ ઘણી બધી પાંજરાપોળના સંકલન અને સંચાલનમાં વ્યાવસાયિક દ્રષ્ટિકોણ, દંડ કે દેખાડાનો ભાવ, કે ભ્રષ્ટાચાર વગેરે દૂષણો દાખલ થયાના દાખલાઓ અવાર નવાર જાહેર થતા રહે છે. આવું થાય છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિના ઉદાહરણરૂપ આ એક પવિત્ર એકમને સાચવવા અને એની સ્થાપના પાછળના જીવદયાના ઉમદા ઉદ્દેશ્યને પ્રમાણભૂત રીતે ઠેસ પહોંચે છે. 
એવી જ રીતે ગ્રામીણ પ્રદેશોમાં નાના મોટા ભૂમાફિયાઓ દ્રારા આરક્ષિત ગૌચરની જમીન ઉપર અનઅધિકૃત દબાણ ઉભું કરવાના પ્રયાસો પણ ગૌમાતા સહિત તમામ પશુઓના જીવનનિર્વાહ ને દુષ્કર બનાવે છે. 
આપણા સમાજ અને સત્તાધીશોએ આપણી પાંજરાપોળોના પુનરોધ્ધાર અને ગૌચરોના સંરક્ષણ બાબતે થોડાક વધારે ગંભીર નિયમનો, કાનૂનો અને પગલાઓ લેવા પડશે.
Advertisement
Tags :
Advertisement

.