Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી

પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી:➡️પનીર પાપડ ફ્રીટર્સ બનાવવા માટેની સામગ્રી:300 ગ્રામ પનીર15 નંગ અડદ ની દાળ ના પાપડ (મરી ફ્લેવર)2 નાના બાફેલા બટાકા 1 છીણેલું ગાજર 1/4 કપ જીણું સમારેલું જાંબલી કોબીજ1/4 કપ મિક્સ લાલ, લીલા, પીળા કેપ્સિકમ1/4 કપ જીણી સમારેલી કોથમીર5 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ 5 ટીસ્પૂન ઓરેગેનો3 ટીસ્પૂન ગરમ મસાલા 4 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર3 àª
પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી
પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી:
➡️પનીર પાપડ ફ્રીટર્સ બનાવવા માટેની સામગ્રી:
300 ગ્રામ પનીર
15 નંગ અડદ ની દાળ ના પાપડ (મરી ફ્લેવર)
2 નાના બાફેલા બટાકા 
1 છીણેલું ગાજર 
1/4 કપ જીણું સમારેલું જાંબલી કોબીજ
1/4 કપ મિક્સ લાલ, લીલા, પીળા કેપ્સિકમ
1/4 કપ જીણી સમારેલી કોથમીર
5 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ 
5 ટીસ્પૂન ઓરેગેનો
3 ટીસ્પૂન ગરમ મસાલા 
4 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર
3 ટીસ્પૂન આમચૂર પાવડર 
1 ટેબલસ્પૂન જીણું સમારેલું લસણ 
2 ટેબલસ્પૂન જીણા સમારેલા લીલા મરચાં (તીખાશ પ્રમાણે)
4 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર 
1/4 કપ બ્રેડ ક્રમ્બ્સ 
મીઠું સ્વાદ પ્રમાણે
10 ચીઝ સ્લાઈસ 
તળવા માટે તેલ 

➡️સ્લરી બનાવવા માટેની સામગ્રી:
4 ટેબલસ્પૂન મેંદો 
2 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
મીઠું સ્વાદ પ્રમાણે
1/4 કપ પાણી
➡️વોલનટ લેબનાહ ડીપ બનાવવા માટેની સામગ્રી:
200 ગ્રામ લેબનાહ (લેબનાહ ની જગ્યા હંગ કર્ડ વાપરી શકો)
2 ચમચી દહીં
3 અખરોટ નો માવો
1/2 ટેબલસ્પૂન સમારેલું લસણ
1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ
1 ટેબલસ્પૂન ઓરેગેનો
1 ટીસ્પૂન મરી પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે 
➡️ગ્રીન ચટણી માટેની સામગ્રી:
1 નાની કોથમીરની જુડી
10 નંગ મીઠા લીમડાના પાન
15 નંગ ફુદીનાના પાન
7  કળી લસણ
5-6 લીલા મરચાં
1 ટીસ્પૂન તલ 
1 ટીસ્પૂન જીરું
1 ટેબલસ્પૂન દહીં
2 ટેબલસ્પૂન જીણી સેવ
1 ટેબલસ્પૂન લીંબુ નો રસ
મીઠું સ્વાદ પ્રમાણે

➡️બનાવવા માટેની રીત:

👉🏻પનીર પાપડ ફ્રીટર્સ 
1. પનીર પાપડ ફ્રીટર્સ બનાવવા માટે એક બાઉલમાં છીણેલું પનીર, છીણેલા બાફેલા બટાકા, છીણેલું  ગાજર, જાંબલી કોબીજ, 3 કલરના કેપ્સિકમ, સમારેલા લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો, ગરમ મસાલો, આમચૂર પાવડર, સમારેલું લસણ અને મીઠું ઉમેરી બધું મિક્સ કરો. 
2. હવે તેમાં કોર્ન ફ્લોર, બ્રેડ ક્રમ્બ્સ, અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો. હવે તેના ગોળા બનાવી લો. 
3. બધી ચીઝ સ્લાઈસ ને વચ્ચે થી કાપી બંને ભાગ ના રોલ બનાવી લો.
4. હવે ગોળાને થાપીને વચ્ચે ચીઝ રોલ મૂકીને બધી બાજુથી પેક કરી તેને બેરલ જેવો આકાર આપો. બધા ગોળા આ રીતે તૈયાર કરો.
5. હવે એક બાઉલમાં મેંદો, કોર્ન ફ્લોર, સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને સ્લરી બનાવો. ત્યારબાદ પાપડ ને એક પ્લેટ માં હાથથી ચૂરીને જીણા ટુકડા કરી તૈયાર રાખો.
6. હવે એક-એક કરીને તૈયાર કરેલા બેરલ્સ ને સ્લરીમાં ડીપ કરીને પાપડના ટુકડાનું કોટિંગ કરો. પાપડ ના ટુકડા થોડા થોડા સાઈડ પર લઇ ને તેમાં રોલ કરીને કોટિંગ કરો.
7. હવે એક પેનમાં તેલ ગરમ કરી કોટ કરેલા બેરલ્સ ને સ્લો મીડીયમ ફ્લેમ પર લાઈટ બ્રાઉન તળી લો. પનીર પાપડ ફ્રીટર્સ તૈયાર છે.

👉🏻વોલનટ લેબનાહ ડીપ
1. એક મિક્સી જાર માં અખરોટ અને લસણ ને અધકચરું પીસી લો.
2. હવે એક બાઉલમાં લેબનાહ દહીં મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, મીઠું અને ઉપર તૈયાર કરેલી અખરોટ લસણની પેસ્ટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. વોલનટ લેબનાહ ડીપ તૈયાર છે. 
👉🏻ગ્રીન ચટણી 
ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સી જાર માં કોથમીર, ફુદીનો, લીમડો, લીલા મરચાં, લસણ ની કળી, તલ, જીરું, દહીં અને મીઠું નાખી થોડું પીસી લો. હવે તેમાં જીણી સેવ અને લીંબુ નો રસ નાખી ફરી પીસી લો. ગ્રીન ચટણી તૈયાર છે.
➡️ પ્લેટિંગ 
પનીર પાપડ ફ્રીટર્સ ને ડીપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. મેં અહીં ફ્રેન્ચ સોસ પણ સાથે સર્વ કર્યો છે. આ ફ્રીટર્સ ખાવા માં ખુબ જ ચીઝી અને સ્વાદિષ્ટ લાગે છે. પાર્ટીઝ માટે સ્ટાર્ટર તરીકે ઉત્તમ છે.
Advertisement
Tags :
Advertisement

.