Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંસદમાં હવે પેમ્પ્લેટ અને પ્લે કાર્ડ પર પણ પ્રતિબંધ

'અસંસદીય શબ્દો'ની નવી યાદીના વિવાદ બાદ લોકસભા સચિવાલયના વધુ એક નિર્દેશને લઈને રાજકારણ ગરમાયું છે. નિર્દેશ મુજબ  ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં પેમ્ફલેટ, પત્રિકા અથવા પ્લેકાર્ડના વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એડવાઈઝરી એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે વિપક્ષ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન અને ધરણાં પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યો છે.સંસદ સંકુલમાં ધરણાં, દેખાવો, હડતાળ, ઉપવાà
સંસદમાં હવે પેમ્પ્લેટ અને પ્લે કાર્ડ પર પણ પ્રતિબંધ
'અસંસદીય શબ્દો'ની નવી યાદીના વિવાદ બાદ લોકસભા સચિવાલયના વધુ એક નિર્દેશને લઈને રાજકારણ ગરમાયું છે. નિર્દેશ મુજબ  ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં પેમ્ફલેટ, પત્રિકા અથવા પ્લેકાર્ડના વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
આ એડવાઈઝરી એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે વિપક્ષ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન અને ધરણાં પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યો છે.
સંસદ સંકુલમાં ધરણાં, દેખાવો, હડતાળ, ઉપવાસ કે ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગ ન કરવાના આદેશથી વિપક્ષ પહેલાથી જ વિરોધ કરી રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કર્યું, કે વિશ્વગુરુનો તાજેતરનો હુમલો... ધરણા પ્રતિબંધિત છે." તેમણે તેની સાથે 14 જુલાઈનું બુલેટિન પણ શેર કર્યું.
CPI(M)ના નેતા સીતારામ યેચુરીએ આ મુદ્દે ટ્વિટ કરીને સરકારની ટીકા કરી અને કહ્યું કે આ લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયાસ છે. તેમણે ટ્વિટ કર્યું, "જેટલી વધુ નકામી સરકાર, એટલી જ કાયર. આવા તાનાશાહી આદેશો આપીને લોકશાહીની મજાક ઉડાવવામાં આવી રહી છે. સંસદ ભવન સંકુલમાં ધરણા કરવાના સાંસદોના રાજકીય અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે."
શિવસેનાએ પણ સામનામાં આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. હવે આ નવા નિર્દેશ આપવામાં આવતા વિરોધ પક્ષો આક્રમક થઇ શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.