Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાની સેના ઇમરાન સરકારમાં વિદેશ નીતિ ચલાવતી હતી ! રશિયા યુક્રેન યુદ્ધ વિશે મોટો ખુલાસો

ઈમરાન ખાને (Imran Khan) કહ્યું કે તેમણે તત્કાલિન જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa)ને ભારત (India)ની જેમ તટસ્થ રહેવા માટે કહ્યું હતું પરંતુ તેમ છતાં બાજવાએ રશિયાની ટીકા કરવાનું શરૂ કર્યું.પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવા પર પ્રહારોપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવા પર પ્રહારો કર્યા છે. પીટીઆઈના વડાએ દાવો કર્યો હતો કે બાજવાએ જ્યારે તેઓ મોસ્કોના પà«
03:56 AM Feb 14, 2023 IST | Vipul Pandya
ઈમરાન ખાને (Imran Khan) કહ્યું કે તેમણે તત્કાલિન જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa)ને ભારત (India)ની જેમ તટસ્થ રહેવા માટે કહ્યું હતું પરંતુ તેમ છતાં બાજવાએ રશિયાની ટીકા કરવાનું શરૂ કર્યું.
પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવા પર પ્રહારો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવા પર પ્રહારો કર્યા છે. પીટીઆઈના વડાએ દાવો કર્યો હતો કે બાજવાએ જ્યારે તેઓ મોસ્કોના પ્રવાસેથી પાછા ફર્યા ત્યારે તેમને યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવાનું કહ્યું હતું. ઈમરાન ખાને દાવો કર્યો હતો કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સસ્તા દરે તેલ ખરીદવા માટે તેમની સાથે વાતચીત થઈ હતી પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તત્કાલીન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ તેમને યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવા કહ્યું હતું. જણાવી દઈએ કે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો, તે જ સમયે ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે રશિયાની મુલાકાત લીધી હતી.

છતાં બાજવાએ રશિયાની ટીકા કરવાનું શરૂ કર્યું
એક વીડિયોમાં ઈમરાન ખાને જણાવ્યું કે તેણે તત્કાલિન જનરલ કમર જાવેદ બાજવાને ભારતની જેમ તટસ્થ રહેવા માટે કહ્યું હતું, પરંતુ તેમ છતાં બાજવાએ રશિયાની ટીકા કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સરકારને ગયા વર્ષે એપ્રિલમાં રાતોરાત સત્તા પરથી હટાવી દેવામાં આવી હતી. ત્યારથી ઈમરાન ખાન પાકિસ્તાન આર્મી વિરુદ્ધ વારંવાર નિવેદન આપી રહ્યા છે. ઈમરાન ખાનને લાગે છે કે તેમની સરકારને તોડવા પાછળ તત્કાલિન આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો હાથ છે. આ જ કારણ છે કે તે પાકિસ્તાન આર્મીમાં આંતરિક સમિતિ દ્વારા તપાસની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો--કરાચીમાં દૂધ રૂ.210 પ્રતિ લીટર, ચિકન રૂ.700 પ્રતિ કિલો હવે સંરક્ષણ બજેટ ઘટાડવાની તૈયારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GeneralQamarJavedBajwaGujaratFirstImranKhanIndiaPakistanPakistaniArmyrussiaukrainewar
Next Article