Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાન વ્હાઇટ બોલ સિરીઝ શ્રીલંકા સામે રમશે, જાણો કયાં?

પાકિસ્તાન વ્હાઇટ બોલ સિરીઝ માટે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમનું યજમાન બનશે. જેમાં આઇસીસી મહિલા ચેમ્પિયનશીપની વન ડે મેચ પણ સામેલ છે. બંને ટીમો 24 મેથી પાંચ જૂન દરમિયાન પહેલા કરાંચીમાં ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમશે અને ત્યારબાદ ત્રણ વન ડે મેચ રમશે. પહેલી ટી-20 24મે, 26મે બીજી મેચ અને ત્રીજી 28 મેના રોજ રમાશે જયારે એક, ત્રણ અને પાંચ જૂને ત્રણ વન ડે મેચ રમાશે, જે આઇસીસી મહિલા ચેમ્પિયનશીà
પાકિસ્તાન વ્હાઇટ બોલ સિરીઝ શ્રીલંકા સામે રમશે  જાણો કયાં
પાકિસ્તાન વ્હાઇટ બોલ સિરીઝ માટે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમનું યજમાન બનશે. જેમાં આઇસીસી મહિલા ચેમ્પિયનશીપની વન ડે મેચ પણ સામેલ છે. બંને ટીમો 24 મેથી પાંચ જૂન દરમિયાન પહેલા કરાંચીમાં ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમશે અને ત્યારબાદ ત્રણ વન ડે મેચ રમશે. 
પહેલી ટી-20 24મે, 26મે બીજી મેચ અને ત્રીજી 28 મેના રોજ રમાશે જયારે એક, ત્રણ અને પાંચ જૂને ત્રણ વન ડે મેચ રમાશે, જે આઇસીસી મહિલા ચેમ્પિયનશીપનો હિસ્સો હશે. જેમાં અંતિમ રાઉન્ડમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાની આગળ પાંચમા સ્થાને રહ્યું હતું. બંને સિરીઝની તમામ મેચ કરાચીમાં રમાશે. આ મેદાનમાં 2018 બાદ પાકિસ્તાન પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. 
પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બિસ્માહ મારુફ પોતાની જમીન પર રમાનાર મેચ અંગે ઉત્સાહિત છે. તેણે કહ્યું કે પોતાની જમીન પર આઇસીસી મહિલા ચેમ્પિયનશીપ રમવી સૌભાગ્યની વાત છે અને પાકિસ્તાનની ટીમ શ્રીલંકાનું સ્વાગત કરવા ઉત્સાહિત છે. આ સિરીઝ નવી શરુઆત કરવા તથા ઘરેલું એડવાન્ટેજનો વધુમાં વધુ લાભ ઉઠાવવાનો અવસર આપશે. પાકિસ્તાનની ટીમ પુરી ક્ષમતાથી સારુ પ્રદર્શન કરશે અને પાકિસ્તાનના સમર્થકોને સારુ પરિણામ વાળી મેચ જોવા મળશે. બંને ટીમો 19મે ના રોજ કરાચી પહોંચશે અને ત્રણ દિવસ પ્રેક્ટીસ મેચ રમશે. કોરાના કાળ બાદ પહેલી વાર પાકિસ્તાનમાં પહેલી સિરીઝ બાયો બબલની બહાર રમાશે. 
Advertisement
Tags :
Advertisement

.