પાકિસ્તાનમાં અમેરીકાના દુતાવાસના સ્ટાફ પર હુમલાનું એલર્ટ, બિનજરૂરી મુસાફરી ટાળવા સુચના
પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ પર હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ સંભવિત હુમલાને કારણે અમેરીકાની સરકારી કર્મચારીઓને ઈસ્લામાબાદની મેરિયટ હોટલમાં જતા અટકાવવામાં આવ્યા હતા. અમેરિકી દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા સુરક્ષા એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વેકેશન દરમિયાન ઈસ્લામાબાદની મેરિયટ હોટેલમાં અમેરિકનો પર હુમલાનુà
Advertisement
પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ પર હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ સંભવિત હુમલાને કારણે અમેરીકાની સરકારી કર્મચારીઓને ઈસ્લામાબાદની મેરિયટ હોટલમાં જતા અટકાવવામાં આવ્યા હતા. અમેરિકી દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા સુરક્ષા એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વેકેશન દરમિયાન ઈસ્લામાબાદની મેરિયટ હોટેલમાં અમેરિકનો પર હુમલાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે.
મેરિયટ હોટેલની મુલાકાત ટાળવી
અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને ચેતવણી જારી કરતા અમેરિકન સરકારે કહ્યું કે, એવી માહિતી મળી છે કે અજાણ્યા વ્યક્તિઓ રજાઓ દરમિયાન ઈસ્લામાબાદની મેરિયટ હોટેલમાં અમેરિકનો પર હુમલો કરવાનું ષડ્યંત્ર રચી રહ્યાં છે. તેથી, ઈસ્લામાબાદ સ્થિત એમ્બેસીના તમામ અમેરિકન કર્મચારીઓને તાત્કાલિક અસરથી ઈસ્લામાબાદની મેરિયટ હોટેલની મુલાકાત લેવાથી અટકાવી રહી છે.
હેલ્પ લાઈન નંબર જાહેર
અમેરીકન એમ્બેસી દ્વારા હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઈસ્લામાબાદ, લાહોર, કરાચી, પેશાવર તમામ સ્થળો માટે નંબર જારી કરવામાં આવ્યા છે.
રેડ એલર્ટ
આ સિવાય અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને જાહેર સમારોહમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમેરિકાએ એમ્બેસી સ્ટાફ માટે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે કર્મચારીઓને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદની બિન-જરૂરી અને અનૌપચારિક મુસાફરી ટાળવા અપીલ કરી છે. એમ્બેસીએ તેના કર્મચારીઓને કાર્યક્રમો, પૂજા સ્થાનો પર સતર્ક રહેવા અને મોટી ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.