Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના Umpire ને મેદાનમાં આવ્યો ગુસ્સો, બોલરની ટી-શર્ટ ફેંકી, ખેલાડીએ પકડ્યા પગ

ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના (PAKvsNZ) પ્રવાસે છે, જ્યા બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ODI સીરીઝનો બીજો મુકાબલો બુધવારે કરાચીમાં રમાયો હતો. જ્યા પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામે નબળી સાબિત થઇ હતી. ન્યૂઝીલેન્ડે ટોસ (Toss) જીતી પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે પાકિસ્તાનની ટીમ માત્ર 182 રન જ બનાવી શકી અને ઓલ આઉટ (All Out) થઇ ગઇ હતી.એમ્પાયરને Live મેચમાં આવ્યો એવો ગુસ્સો
પાકિસ્તાનના umpire ને મેદાનમાં આવ્યો ગુસ્સો  બોલરની ટી શર્ટ ફેંકી  ખેલાડીએ પકડ્યા પગ
ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના (PAKvsNZ) પ્રવાસે છે, જ્યા બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ODI સીરીઝનો બીજો મુકાબલો બુધવારે કરાચીમાં રમાયો હતો. જ્યા પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામે નબળી સાબિત થઇ હતી. ન્યૂઝીલેન્ડે ટોસ (Toss) જીતી પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે પાકિસ્તાનની ટીમ માત્ર 182 રન જ બનાવી શકી અને ઓલ આઉટ (All Out) થઇ ગઇ હતી.
એમ્પાયરને Live મેચમાં આવ્યો એવો ગુસ્સો કે બોલરની ફેંકી દીધી ટી-શર્ટ
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (PAKvsNZ) વચ્ચે 3 મેચની રોમાંચક ODI શ્રેણીની બીજી મેચ 11 જાન્યુઆરીએ કરાચી નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન, એક મજેદાર કિસ્સો જોવા મળ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં એમ્પાયર (Umpire) અલીમ દાર સાથે લાઈવ મેચમાં એક વિચિત્ર ઘટના બની હતી. મેચમાં એક સમયે એવી ઘટના બની કે જ્યારે મેદાનમાં રહેલા એમ્પાયર ગુસ્સામાં લાલ-પીળા થઇ ગયા હતા. આ કિસ્સો ન્યૂઝીલેન્ડની ઈનિગ્સ દરમિયાન બન્યો હતો. આ ઘટના 35મી ઓવરમાં બની જ્યારે હરિસ રૌફ બોલિંગ કરી રહ્યો હતો અને ગ્લેન ફિલિપ્સ બેટિંગ કરી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ફિલિપ્સે ડીપ સ્ક્વેર લેગ પર શોટ રમ્યો અને બોલ ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ઝડપી બોલર મોહમ્મદ વસીમ જુનિયર પાસે ગયો. વસીમે બોલ ફેંક્યો અને બોલ સીધો અલીમ દારના પગની ઘૂંટીમાં વાગ્યો. જે બાદ એમ્પાયર ખૂબ જ ગુસ્સામાં દેખાયા અને તુરંત જ પોતાના હાથથી બોલરની જર્સી જમીન પર ફેંકી દીધી. જોકે, થોડી જ વારમાં પાકિસ્તાનના નસીમ શાહે અલીમ દારને પગમાં માલિશ કરી હતી, જેને જોઇને સોશિયલ મીડિયામાં ફેન્સ ઘણા અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ ઘટના પર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પણ હસતો જોવા મળ્યો હતો.
Advertisement

બોલ અલીમ દારના પગના નીચેના ભાગમાં વાગ્યો હતો
મોહમ્મદ વસીમ જુનિયરનો થ્રો ખૂબ જ ઝડપી હતો. આવી સ્થિતિમાં અલીમ દાર દર્દથી કૂંદતા જોવા મળ્યા હતા. બોલ એટલો ઝડપી હતો અને તેમનો જેવો વાગ્યો તેવા જ તે ગુસ્સામાં ભડકી ઉઠ્યા હતા. તેમણે ગુસ્સામાં બોલરની ટી-શર્ટ પણ મેદાન પર ફેંકી દીધી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એમ્પાયરનું ધ્યાન બોલ તરફ ન હોતું. સામાન્ય રીતે એમ્પાયર હંમેશા એ જોવા માટે સતર્ક હોય છે કે બોલ કઈ દિશામાંથી આવી રહ્યો છે. વળી, એમ્પાયરનું ધ્યાન એટલા માટે પણ ન હતું કારણ કે તેમણે વિચાર્યું હતું કે કદાચ વસીમ વિકેટકીપર તરફ ફેંકશે. પરંતુ એવું ન થયું, તેણે બોલિંગ એન્ડ પર થ્રો ફેંક્યો અને બોલ અલીમ દારના પગના નીચેના ભાગમાં વાગ્યો. જોકે આ ઈજા ગંભીર નહોતી. ટૂંકા વિરામ પછી, અલીમ દાર ફરીથી એમ્પાયરિંગ કરતા જોવા મળ્યા હતા. જોકે ત્યારબાદ નસીમ શાહ પોતે એમ્પાયર પાસે આવ્યો હતો અને તેમને જ્યા બોલ વાગ્યો હતો ત્યા દબાવવાનું શરૂ કર્યું હતું. જોકે એમ્પાયર અલીમ દાર શાહથી નાખુશ દેખાઈ રહ્યા હતા. વળી, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. 
પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની પૂરી ટીમ 49.5 ઓવરમાં 261 રનમાં સમેટાઈ ગઇ હતી. મેચમાં ડેવોન કોનવેએ 92 બોલમાં 13 ચોક્કા અને 1 છક્કા સાથે 101 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન કેન વિલિયમસને 85 રનની ઇનિંગ રમી હતી. વિલિયમસન અને કોનવેએ બીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી તૂટ્યા બાદ ન્યૂઝીલેન્ડની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેણે 78 રનમાં છેલ્લી નવ વિકેટ ગુમાવી દીધી. 262 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની બેટિંગ ખરાબ રહી અને સમગ્ર ટીમ 43 ઓવરમાં 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન બાબર આઝમે 79 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મોહમ્મદ રિઝવાને 28 અને આગા સલમાને 25 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ઈશ સોઢી અને ટિમ સાઉથીએ બે-બે વિકેટ લીધી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.