Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહત સામગ્રીમાં પણ ભ્રષ્ટાચાર, પોતાના ઘરમાં જ ઘેરાઈ રહી પાકિસ્તાન સરકાર

આર્થિક સંકટ, (Economic Crisis) રાજકિય ખેંચતાણ (Political Crisis) અને બાદમાં પુર (Flood) પાકિસ્તાનની સ્થિતિ બદથી પણ બદતર થઈ રહી છે. નદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે પરંતુ લગભગ આખો સિંધ પ્રાંત પાણીમાં ગરકાવ થયેલો છે. અહીં તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન ચાલી રહ્યાં છે. દરેક લોકો સુધી ભોજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ સંકટ સામેની આ કામગીરી હજી પુરતી નથી. પાકિસ્તાનમાં પુર બાદ વકરેલી સ્થિતિ માટે તંàª
રાહત સામગ્રીમાં પણ ભ્રષ્ટાચાર  પોતાના ઘરમાં જ ઘેરાઈ રહી પાકિસ્તાન સરકાર
આર્થિક સંકટ, (Economic Crisis) રાજકિય ખેંચતાણ (Political Crisis) અને બાદમાં પુર (Flood) પાકિસ્તાનની સ્થિતિ બદથી પણ બદતર થઈ રહી છે. નદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે પરંતુ લગભગ આખો સિંધ પ્રાંત પાણીમાં ગરકાવ થયેલો છે. અહીં તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન ચાલી રહ્યાં છે. દરેક લોકો સુધી ભોજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ સંકટ સામેની આ કામગીરી હજી પુરતી નથી. પાકિસ્તાનમાં પુર બાદ વકરેલી સ્થિતિ માટે તંત્રને જવાબદાર ઠેરવે છે.
પાકિસ્તાનમાં (Pakistan) નિષ્ણાંતો પુર, આર્થિક સંકટ અને રાજકિય ખેંચતાણ માટે પાકિસ્તાનનો ગેરવહિવટ અને અમાનવીયતાને જવાબદાર માની રહી છે. રાજનૈતિક અર્થશાસ્ત્રી નિયાજ મુર્તજા હાલના સંકટને ત્રિસ્તરિય મુશ્કેલી જણાવે છે. જેમાં રાજકિય, આર્થિક અને પ્રાકૃતિક મુશ્કેલીઓ સામેલ છે. તેઓ કહે છે કે, ગરીબો બે મહિનાથી મોંઘવારી, બેરોજગારી અને રાજકિય અક્ષમતાથી પરેશાન હતી અને હવે તેને વરસાદી આફતે વધુ મુશ્કેલીમાં મુકી દીધાં છે. કમનસીબી તો તે છે કે, આ સ્થિતિની ઉકેલ લાવવાની જગ્યાએ રાજકિય પક્ષો એક બીજા પર આરોપ પ્રતિઆરોપ મુકી રહ્યાં છે અથવા તો પુર માટે ભારતને જવાબદાર સાબિત કરવા પર લાગ્યા છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં (Sindh Area) પુરના પાણીના નિકાલ માટે અનેક મહિનાઓનો સમય લાગી શકે છે. એવામાં ત્યાં રોગચાળો ફાટી નિકળવાનો ભય પણ વધી ગયો છે. આ વિસ્તારને આસમાની આફતે તબાહ કરી દીધો છે. અહીં હજારો લોકો ઘર વિહોણા થયાં છે. 22 કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ  રીતે પુરની અરસ થઈ છે. 1300થી વધારે લોકોના મોત થયાં છે. 160માંથી 81 જિલ્લામાં પુરના કારણે 3.3 કરોડ લોકો બેઘર થયાં છે.
સિંધ પ્રાંતમાં (Sindh Area) જનજીવન સામાન્ય થવામાં હજુ ઘણો સમય લાગશે. અહીં પુરની સ્થિતિએ હજારો ઘરો, અનેક ગામ, મસ્જીદ, મદરેસાને તબાહ કરી દીધાં છે. ખેતીનો પાક બર્બાદ થયો છ અને જ્યાં સુધી પાણીનો નિકાલ નહી થાય ત્યાં સુધી બીજો પાક પણ ઉગાડી નહી શકાય.
જાણકારોનું માનવું છે કે સિંધ પ્રાંતમાં એવા અનેક વિસ્તાર છે જ્યાંથી પાણી નિકળતા બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ભુખમરો, પાણીજન્ય રોગો અને આ સ્થિતિનો સામનો કરવા આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પાસે કોઈ ઉકેલ જ નથી.પાકિસ્તાનમાં પુરથી અસરગ્રસ્ત ગામ છે જ્યાં બધુ જ તબાહ થઈ ચુક્યું છે. આ ગામોમાં લોકો ખુલા આકાશની નીચે રહેવા મજબૂર છે. નાના બાળકોને સુરક્ષિત રાખવા કપડામાંથી ટેન્ટ બનાવવામાં આવ્યાા છે. કુદરતી આફત સામે લડવા પાકિસ્તાન નિસહાય જણાઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારનો (Corruption) અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, કેટલાક લોકો પુર પીડિતોની રાહત સામગ્રીને લૂંટવા લાગ્યા છે. ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પાકિસ્તાને પુર રાહત સામગ્રી વિતરણકાર્યને પારદર્શી બનાવવા માટે તેના ડિઝિટાઈઝેશનનું કામ શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ડિઝિટલ ફ્લડ ડૈશબોર્ડ દ્વારા વિદેશથી મળતી મદદ અને તેના વિતરણની વિગત સામાન્ય લોકોને પહોંચાડવામાં આવશે. પાકિસ્તાનના સિંધ પ્રાંતને આ મુશ્કેલીમાંથી ઉગારવા ભગવાનને પ્રાર્થના જ કરી શકાય છે.
Advertisement

Tags :
Advertisement

.