Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકા સાથેના સંબંધ મુદ્દે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય ગડમથલ ચાલી રહી છે. ઈમરાન ખાનની સરકારને પાડીને શાહબાઝ શરીફે પોતાની સરકાર બનાવી લીધી છે. હાલમાં પાકિસ્તાનની નવી સરકાર પહેલીથી એકડો ઘુંટવા માંગે છે. જે દેશો સાથે તણાવ છે તે તણાવ દૂર કરીને સંબંધ સુધારવાના પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન આતંકવાદના પગલે સમગ્ર વિશ્વમાંથી સાઈડ લાઈન થઈ ગયું છે. ત્યારે હવે પાકિસ્તાનને મદદ કરવાના મુખ્ય દેશોમàª
અમેરિકા સાથેના સંબંધ મુદ્દે
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આપ્યું મોટું નિવેદન  જાણો શું કહ્યું
Advertisement

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય
ગડમથલ ચાલી રહી છે. ઈમરાન ખાનની સરકારને પાડીને શાહબાઝ શરીફે પોતાની સરકાર બનાવી
લીધી છે. હાલમાં પાકિસ્તાનની નવી સરકાર પહેલીથી એકડો ઘુંટવા માંગે છે. જે દેશો
સાથે તણાવ છે તે તણાવ દૂર કરીને સંબંધ સુધારવાના પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ
પાકિસ્તાન આતંકવાદના પગલે સમગ્ર વિશ્વમાંથી સાઈડ લાઈન થઈ ગયું છે. ત્યારે હવે પાકિસ્તાનને
મદદ કરવાના મુખ્ય દેશોમાં ચીન અને અમેરિકા છે. હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન
શાહબાઝ શરીફે અમેરિકા સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે.
પાકિસ્તાનની નવી સરકાર અમેરિકા સાથે સંબંધો સુધારવા પર ભાર આપવા
માંગે છે. પીએમ શાહબાઝ શરીફ પોતે કહે છે કે પાકિસ્તાન અમેરિકા સાથે દુશ્મની બિલકુલ
રાખી શકે નહીં. 


Advertisement

પીએમ હાઉસમાં ઈફ્તાર કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતી વખતે
અગાઉની ઈમરાન સરકારની વિદેશ નીતિ શાહબાઝ શરીફના નિશાના પર હતી. આ દરમિયાન વડા
પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું કે ઇમરાન ખાનની અગાઉની સરકારે તે બધા દેશોને
નારાજ કર્યા હતા જેમણે હંમેશા મુશ્કેલ સમયમાં પાકિસ્તાનની મદદ કરી હતી.
શાહબાઝ શરીફે વધુ કહ્યું કે, 
પાકિસ્તાને મદદ કરનારા દેશો સાથે પણ સંબંધ ખરાબ કરી દીધા છે. ચીન
,
સાઉદી અરેબિયા, કતાર અને અમેરિકાનો ઉલ્લેખ
કર્યો. શરીફે કહ્યું કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે અવિશ્વાસ દૂર કરવાની જરૂર છે
અને બંને દેશોએ એ જોવાની જરૂર છે કે શું તેઓએ ભૂતકાળમાં કોઈ ભૂલ કરી છે. તેમણે
કહ્યું
, પાકિસ્તાન અમેરિકા સાથે દુશ્મનાવટને સંપૂર્ણપણે સહન
કરી શકે નહીં.

Advertisement


વડાપ્રધાને તેમની આગામી
સાઉદી અરેબિયાની મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી. આ સાથે તેમણે મંગળવારે કરાચીમાં
ચીની નાગરિકો પર થયેલા આત્મઘાતી હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનીય છે
કે વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા
ચીનના નાગરિકોમાં બે મહિલાઓ છે. ઈમરાન ખાન સરકારની વિદેશ નીતિની ટીકા કરતા શરીફે
તેમની સરકારની અફઘાનિસ્તાન નીતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું
, “અફઘાનિસ્તાન માટે જે સારું છે
તે પાકિસ્તાન માટે પણ સારું છે અને જે પાકિસ્તાન માટે સારું છે તે અફઘાનિસ્તાન
માટે પણ સારું છે.

Tags :
Advertisement

.

×