Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની થશે ધરપકડ? FIAએ આપ્યા સંકેત

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former PM Imran Khan) ની મુસિબત વધી શકે છે. તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ તેમની વિરુદ્ધ આ FIR નોંધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રતિબંધિત ફંડિંગ કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.ફોરેન એક્સચેન્જ એક્ટનું ઉલ્લંઘનપાકિસ્તાનના દૈનિક અખબાર ડૉનના સમાચાર અનુસાર, આ કેસ ઈસ્લામાબાદમાં FIAના કોર્પોરેટ બેંકિંગ સર્કલ દ્
પાકિસ્તાનના પૂર્વ pm ઈમરાન ખાનની થશે ધરપકડ  fiaએ આપ્યા સંકેત
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former PM Imran Khan) ની મુસિબત વધી શકે છે. તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ તેમની વિરુદ્ધ આ FIR નોંધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રતિબંધિત ફંડિંગ કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ફોરેન એક્સચેન્જ એક્ટનું ઉલ્લંઘન
પાકિસ્તાનના દૈનિક અખબાર ડૉનના સમાચાર અનુસાર, આ કેસ ઈસ્લામાબાદમાં FIAના કોર્પોરેટ બેંકિંગ સર્કલ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. FIR અનુસાર, આરિફ મસૂદ નકવી, જે વૂટન ક્રિકેટ લિમિટેડના માલિક છે, તેમણે PTIના નામે નોંધાયેલા બેંક ખાતામાં 'ખોટી રીતે' પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદ મુજબ, પૈસાની લેવડ-દેવડની સાચી પ્રકૃતિ, મૂળ, સ્થળ, હિલચાલ અને માલિકી છુપાવવા માટે 'સંમત ટ્રાન્સફર' છે. FIR અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતાઓએ ફોરેન એક્સચેન્જ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. તેમને શંકાસ્પદ બેંક ખાતાના લાભાર્થી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ઈમરાન ખાન સહિત આ લોકોના નામ પણ ફરિયાદમાં સામેલ
FIRમા પીટીઆઈ ખાતાના લાભાર્થીઓ તરીકે સરદાર અઝહર તારિક ખાન, સૈફુલ્લા ખાન ન્યાઝી, સૈયદ યુનુસ અલી રઝા, આમેર મહમૂદ કિયાની, તારિક રહીમ શેખ, તારિક શફી, ફૈઝલ મકબૂલ શેખ, હામિદ જમાન અને મંજૂર અહેમદ ચૌધરીના નામ છે. PTIએ પાકિસ્તાનના ચૂંટણી પંચ સમક્ષ આરિફ મસૂદ નકવીનું સોગંદનામું રજૂ કર્યું છે જેમાં જણાવ્યું છે કે WCLના ખાતામાં એકત્રિત કરવામાં આવેલી તમામ રકમ પાકિસ્તાનમાં પીટીઆઈના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ સોગંદનામું બોગસ હોવાનું સાબિત થયું છે કારણ કે મે 2013મા WCL તરફથી પાકિસ્તાનમાં બે અલગ-અલગ ખાતાઓમાં વધુ બે વ્યવહારો પણ કરવામાં આવ્યા હતા.
Advertisement

શું ઈમરાન ખાનની થઇ શકે છે ધરપકડ?
એવું માનવામાં આવે છે કે, શાહબાઝ શરીફ સરકાર ટૂંક સમયમાં PTI ચીફની ધરપકડ કરવા અથવા તેમને નજરકેદ કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ પહેલા પાકિસ્તાન ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA) સેનેટર સૈફુલ્લા નિયાઝી, તારિક શફી અને હામિદ જમાદની ધરપકડ કરી ચૂકી છે. નોંધપાત્ર રીતે, પાકિસ્તાન ચૂંટણી પંચની બેન્ચે તેના અનામત ચુકાદામાં કહ્યું કે, PTI વિરુદ્ધ પ્રતિબંધિત ભંડોળ સાબિત થયું છે. ઇસીપીએ તેના સર્વસંમતિથી નિર્ણયમાં ચુકાદો આપ્યો હતો કે પાર્ટીને બિઝનેસ ટાયકૂન આરિફ નકવી અને 34 વિદેશી નાગરિકો પાસેથી ફંડ મળ્યું હતું.
મહત્વનું છે કે, 9 ઓક્ટોબરે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનનો નવો ઓડિયો લીક થયો હતો. જેમાં ઇમરાને સત્તાધારી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પર આરોપ લગાવ્યો હતો અને તેમની સામે જેલ ભરો આંદોલન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
Tags :
Advertisement

.