Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રાશિદની ધરપકડ, ઈમરાન ખાને આપી ધમકી !

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ ગુરુવારે મુરી મોટરવે પરથી થઈ હતી. શેખ રશીદની સાથે તેના ભત્રીજા શેખ રશીદ શફીકની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, શેખ રશીદનો દાવો છે કે તેમની રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. શેખ રાશિદ અવામી મુસ્લિમ લીગના વડા અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના
પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રાશિદની ધરપકડ  ઈમરાન ખાને આપી ધમકી
પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ ગુરુવારે મુરી મોટરવે પરથી થઈ હતી. શેખ રશીદની સાથે તેના ભત્રીજા શેખ રશીદ શફીકની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, શેખ રશીદનો દાવો છે કે તેમની રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. શેખ રાશિદ અવામી મુસ્લિમ લીગના વડા અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના નજીકના છે. ઈમરાન ખાનની સરકારમાં જ શેખ રશીદે પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસે પીટીઆઈ નેતા અને ઈમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરીની પણ ધરપકડ કરી હતી.

શેખ રશીદે કહ્યું હતું કે આસિફ ઝરદારીએ ભ્રષ્ટાચારથી ઘણી કમાણી કરી છે 
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઇનાયત ઉર રહેમાનની ફરિયાદ પર શેખ રશીદની ધરપકડ કરવામાં આવી છે. પીપીપી નેતાએ ઈસ્લામાબાદના અબપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યું હતું કે શેખ રશીદે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ રાષ્ટ્રપતિ અને પીપીપી અધ્યક્ષ આસિફ અલી ઝરદારી ઈમરાન ખાનની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. શેખ રશીદે કહ્યું હતું કે આસિફ ઝરદારીએ ભ્રષ્ટાચારથી ઘણી કમાણી કરી છે અને આ પૈસા આતંકવાદી સંગઠનોમાં રોક્યા છે. ઝરદારીએ આતંકવાદી સંગઠનને પૈસા આપીને ઈમરાન ખાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું છે. પીપીપીએ શેખ રાશિદના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.

પૂર્વ પીએમ ઇમરાન ખાને તેમના સાથી શેખ રાશિદની ધરપકડ પર આકરી પ્રતિક્રિયા આપી
ધરપકડ બાદ શેખ રશીદને સચિવાલય પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. ધરપકડ બાદ શેખ રાશિદે કહ્યું હતું કે તેમની ભૂલ એ છે કે તે ઈમરાન ખાનની સાથે ઉભા છે. શેખ રશીદે કહ્યું કે વર્તમાન સરકારના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહના કહેવા પર તેમની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, પૂર્વ પીએમ ઇમરાન ખાને તેમના સાથી શેખ રાશિદની ધરપકડ પર આકરી પ્રતિક્રિયા આપી છે અને રસ્તા પર ઉતરવાની ધમકી પણ આપી છે. ઈમરાન ખાને ટ્વીટ કર્યું કે તેઓ શેખ રશીદની ધરપકડનો સખત વિરોધ કરે છે. આપણા ઈતિહાસમાં ક્યારેય આવી પક્ષપાતી રખેવાળ સરકાર બની નથી. સવાલ એ છે કે શું પાકિસ્તાન હવે જ્યારે દેશ નાદારીની આરે છે ત્યારે રસ્તાઓ પરના આંદોલનનો સામનો કરી શકશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીને રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.