Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરી ભારતમાં ઘુસ્યું પાકિસ્તાની ડ્રોન, સુરક્ષાદળોએ તોડી પાડ્યું, બોમ્બ જેવો સામાન મળી આવ્યો

પાકિસ્તાન ફરી પોતાની ઓકાદ બતાવી રહ્યું છે. પાકિસ્તાની ડ્રોન આજે ફરી ભારતની બોર્ડરમાં ઘુસ્યું હતું. જો કે સુરક્ષાદળોએ તેને તોડી પાડ્યું છે. ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક ડ્રોન તોડી પાડ્યું. આ ડ્રોન કઠુઆ જિલ્લાના રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચકમાં બોર્ડર તરફથી આવી રહ્યું હતું. ડ્રોન સાથે પેલોડ જોડાયેલ છે જે
ફરી ભારતમાં ઘુસ્યું પાકિસ્તાની ડ્રોન  સુરક્ષાદળોએ તોડી પાડ્યું  બોમ્બ જેવો
સામાન મળી આવ્યો

પાકિસ્તાન ફરી
પોતાની ઓકાદ બતાવી રહ્યું છે. પાકિસ્તાની ડ્રોન આજે ફરી ભારતની બોર્ડરમાં ઘુસ્યું
હતું. જો કે સુરક્ષાદળોએ તેને તોડી પાડ્યું છે. ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન
ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક ડ્રોન તોડી પાડ્યું. આ
ડ્રોન કઠુઆ જિલ્લાના રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચકમાં બોર્ડર
તરફથી આવી રહ્યું હતું. ડ્રોન સાથે પેલોડ જોડાયેલ છે જેની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ
દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 
જમ્મુ-કાશ્મીર
પોલીસે આ જાણકારી આપી. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ ડ્રોનને ખેતરો પર
ઉડતું જોયું હતું. તેણે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી. આ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ
તેમની ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ડ્રોનને તોડી પાડ્યું.

Advertisement

Advertisement


Advertisement

કઠુઆના એસએસપી
આરસી કોટવાલે જણાવ્યું કે ડ્રોન વિશે માહિતી મળ્યા બાદ રાજબાગ પીએસની ટીમ સામાન્ય
શોધમાં હતી. ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું અને 7 મેગ્નેટિક પ્રકારના બોમ્બ
IED અને 7 UBGL (અંડર બેરલ
ગ્રેનેડ લોન્ચર) મળી આવ્યા હતા. આ હેક્સાકોપ્ટર સાથે જોડાયેલા મળી આવ્યા હતા.
બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અમે એક મોટી ઘટનાને ટાળી છે. આ સામગ્રી રીકવર કરીને બનાવ.

પોલીસ અધિકારીએ
કહ્યું કે સરહદ પારથી વારંવાર ડ્રોનની હિલચાલને કારણે પોલીસની સર્ચ ટીમો નિયમિતપણે
તે વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના દક્ષિણ કાશ્મીર
હિમાલયમાં પવિત્ર અમરનાથ ગુફાની વાર્ષિક તીર્થયાત્રાની શરૂઆત પહેલા બની છે. આ
મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. અહીં 30 જૂનથી 43 દિવસની
અમરનાથ યાત્રા બે રૂટ સાથે શરૂ થવા જઈ રહી છે.

,

Tags :
Advertisement

.