ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાન હજુ પણ નથી સુધરતું, આતંકવાદીની મદદ કરવા વિશ્વ સામે હાથ ફેલાવી ભારત સામે....

દિલ્હી કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને બચાવવા માટે પાકિસ્તાન હવે દુનિયા સમક્ષ આજીજી કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ટ્વીટ કરીને તેની અપીલ કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ટ્વીટમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય કેદીઓ સાથે ભારત સરકારના ખરાબ વર્તન પર દુનિયાએ ધ્યાન આપવું જોઈએ.સોમવારà
12:04 PM May 23, 2022 IST | Vipul Pandya

દિલ્હી કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના
ચીફ યાસીન મલિકને બચાવવા માટે પાકિસ્તાન હવે દુનિયા સમક્ષ આજીજી કરી રહ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ટ્વીટ કરીને તેની અપીલ કરી છે. પાકિસ્તાનના
વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ટ્વીટમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય કેદીઓ
સાથે ભારત સરકારના ખરાબ વર્તન પર દુનિયાએ ધ્યાન આપવું જોઈએ.
સોમવારે કરવામાં આવેલા એક ટ્વિટમાં તેમણે લખ્યું, ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય કેદીઓ સાથે
ભારત સરકારના ખરાબ વર્તન પર વિશ્વએ ધ્યાન આપવું જોઈએ. અગ્રણી કાશ્મીરી નેતા યાસીન
મલિકને નકલી આતંકવાદના આરોપોમાં દોષિત ઠેરવવો એ ભારતના માનવ અધિકારોના ઉલ્લંઘનની
ટીકા કરનારા અવાજોને શાંત કરવાનો નિરર્થક પ્રયાસ છે. આ માટે મોદી સરકારને જવાબદાર
ઠેરવવી જોઈએ.


શાહબાઝ શરીફનું આ ટ્વિટ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. અમેરિકા
, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતની આ કોન્ફરન્સ
દરમિયાન મોદી તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરશે. તેઓ અમેરિકી
રાષ્ટ્રપતિ જો બાયડન સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરવાના છે. આવા સમયે શાહબાઝ શરીફે
આ ટ્વિટ કરીને કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ યાસીન મલિકની
વાત કરીએ તો ગુરુવારે દિલ્હી કોર્ટે તેને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે કહ્યું કે મલિકે જમ્મુ-કાશ્મીરની આઝાદીના નામે આ ક્ષેત્રમાં આતંકવાદી અને
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાના હેતુથી વિશ્વવ્યાપી નેટવર્ક
બનાવ્યું હતું.
મલિકે કબૂલાત કરી છે કે તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ
હતો. આ કેસમાં યાસીન મલિકને 25 મેના રોજ સજા સંભળાવવામાં આવશે. યાસીન મલિકે પોતાના
પર લાગેલા આરોપોને પડકાર ન આપવાનો નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર
યાસીન મલિક સામેના આરોપોમાં દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

Tags :
GujaratFirstIndiaPakistanTerrorFundingworldYasinMalik
Next Article