પાકિસ્તાન PM ઈમરાન ખાનના પુત્રની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
પાકિસ્તાનનાં PM ઈમરાન ખાનની મુસિબતો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. મળી રહેલી માહિતી અનુસાર, ઈમરાન ખાનના સાવકા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. ઈમરાનના આ સાવક પુત્રની 21 ફેબ્રુઆરીએ તેના બે મિત્રો સાથે દારૂ રાખવા મામલે પોલીસે ધરપકડ કરી હતી. જો કે, પોલીસના જણાવ્યા મુજબ, 'ઉચ્ચ સત્તાવાળાઓ' ના આદેશને પગલે ત્રણેયને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષના પુત્રનો દારૂ à
પાકિસ્તાનનાં PM ઈમરાન ખાનની મુસિબતો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. મળી રહેલી માહિતી અનુસાર, ઈમરાન ખાનના સાવકા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. ઈમરાનના આ સાવક પુત્રની 21 ફેબ્રુઆરીએ તેના બે મિત્રો સાથે દારૂ રાખવા મામલે પોલીસે ધરપકડ કરી હતી. જો કે, પોલીસના જણાવ્યા મુજબ, "ઉચ્ચ સત્તાવાળાઓ" ના આદેશને પગલે ત્રણેયને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષના પુત્રનો દારૂ રાખવા સાથેનો મામલો સામે આવ્યા બાદ ઈમરાન ખાનની મુસિબતોમાં વધારો થયો છે. પહેલાથી જ વિપક્ષના નિશાના પર રહેલી ઈમરાન ખાનની પાર્ટી હવે આ મામલે વિપક્ષના ઝપટમાં આવી ગઇ છે. વળી જો ઈમરાનના પુત્ર પર કરવામાં આવેલી FIR મુજબ, ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબીના તેના પહેલા લગ્નથી પુત્ર મુસા મેનકા અને તેના બે મિત્રોની સોમવારે ગદ્દાફી સ્ટેડિયમ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. જે કારમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેમાંથી પોલીસને દારૂ મળી આવ્યો હતો. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે ઉપરથી આદેશ મળ્યા બાદ મુસા મેનકા સહિત ત્રણેય યુવકોને તે જ દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા. શંકાસ્પદોના પરિવારજનો તરફથી વ્યક્તિગત ગેરંટી જેવી કેટલીક કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
PTIના એ જ અહેવાલ મુજબ, પોલીસકર્મીએ જણાવ્યું કે જ્યારે મેનકાની દારૂ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેણે સુરક્ષા અધિકારીઓને ગંભીર પરિણામોની ધમકી આપી હતી કારણ કે તે પાકિસ્તાનની પ્રથમ મહિલાનો પુત્ર છે. જણાવી દઇએ કે, મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં દારૂનું વેચાણ અને પીવું બંને ગેરકાયદેસર છે.
Advertisement