Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

3 અધિકારીને બરતરફ કરવા પર પાકિસ્તાનને નથી સંતોષ, કરી આ માંગ

ભારત તરફથી અકસ્માતે પાકિસ્તાનમાં (Pakistan) ભૂલથી મિસાઈલ મિસફાયર થવાની 9 માર્ચે ઘટનામાં ભારતે 23 ઓગસ્ટના રોજ 3 અધિકારીઓને ફરજમાંથી બરતરફ કર્યાં હતા. પાકિસ્તાનને ભારતની આ કાર્યવાહીથી સંતોષ નથી. પાકિસ્તાને ભારતની કાર્યવાહીને સંપૂર્ણપણે અસંતોષજનક, અધૂરી અને અપૂરતી ગણાવીને ફગાવી દીધી હતી અને આ મામલે સંયુક્ત તપાસની માંગ કરી.ભારતના (India) રક્ષા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, 'કોર્ટ ઓફ
02:42 PM Aug 25, 2022 IST | Vipul Pandya
ભારત તરફથી અકસ્માતે પાકિસ્તાનમાં (Pakistan) ભૂલથી મિસાઈલ મિસફાયર થવાની 9 માર્ચે ઘટનામાં ભારતે 23 ઓગસ્ટના રોજ 3 અધિકારીઓને ફરજમાંથી બરતરફ કર્યાં હતા. પાકિસ્તાનને ભારતની આ કાર્યવાહીથી સંતોષ નથી. પાકિસ્તાને ભારતની કાર્યવાહીને સંપૂર્ણપણે અસંતોષજનક, અધૂરી અને અપૂરતી ગણાવીને ફગાવી દીધી હતી અને આ મામલે સંયુક્ત તપાસની માંગ કરી.
ભારતના (India) રક્ષા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી' (CoI)એ આ ઘટનાની તપાસ કરી જેમાં અધિકારીઓએ માનાંક સંચાલન પ્રક્રિયાનું (SOP)પાલન નહોતું કર્યું જેના લીધે અકસ્માતે મિસાઈલ છૂટી ગઈ અને  પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી. જેને લઈને પાકિસ્તાને વિરોધ વ્યક્ત કર્યો હતો.
પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રાલયે બુધવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, દેશે તેમની ક્ષેત્રમાં સુપરસોનિક મિસાઈલ છોડવાની ઘટના સંદર્ભે CoIના તારણો સંબંધિત ભારતની જાહેરાત અને આ બેજવાબદારીપૂર્વકની ઘટના માટે કથિતરીતે જવાબદાર વાયુસેનાના ત્રણ અધિકારીને બરતરફ કરવાના નિર્ણય વિશે જાણ્યું. પાકિસ્તાને આ અતિ બેજવાબદારપૂર્ણ ઘટનાને ભારત દ્વારા કથિતપણે બંદ કરવાને ફગાવે છે અને સંયુક્ત તપાસની માંગ કરે છે.
નીવેદનમાં કહેવામાં આવ્યું કે, ઘટના બાદ ભાર દ્વારા ભરવામાં આવેલા પગલાં અને તેના પરથી નિકળેલા તારણો અને તથાકથિત કોર્ટ ઓફ ઈન્ક્વાયરી દ્વારા આપવામાં આવેલી સજા અપેક્ષા પ્રમાણે અસંતોષજનક, ઓછી અને અપુરતી છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભારત આ મામલે ન માત્ર સંયુક્ત તપાસ કરવાની પાકિસ્તાની માંગનો જવાબ દેવામાં નાકામ રહ્યું, પરંતુ તેમણે ભારતમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, સુરક્ષા પ્રોટોકોલ અને મિસાઈલ છોડવાની વાત સ્વિકાર કરવમાં નવી દિલ્હી તરફથી મોડું થવાના કારણ સંબંધિત પાકિસ્તાનના સવાલોનો જવાબ પણ નથી આપ્યો.
 
તેમણે કહ્યું કે, વ્યવ્હાત્મક શસ્ત્રો સંભાળવામાં  ગંભીર પ્રણાલીગત ખામીઓ અને ટેક્નિકલ ખામીઓને માનવીય ત્રૂટિ કહીને છૂપાવી શકાશે નહી. જો વાસ્તવમાં ભારત પાસે છૂપાવવા માટે કંઈ છે તો તેને પારદર્શકતા અપનાવી સંયુક્ત તપાસની (Joint Probe) પાકિસ્તાનની માંગને સ્વિકારવી જોઈએ. 9મી માર્ચે ભારતના બેજવાબદારી ભર્યાં પગલાંએ વિસ્તારની (Pak Border) શાંતિ અને સુરક્ષાના વાતવરણને ખતરામાં મુકી દીધું છે. જ્યારે પાકિસ્તાને અનુકરણીય સંયમ દાખવી જે તેની પરિપક્વતા અને એક જવાબદાર પરમાણું સંપન્ન દેશ તરીકે શાંતિ માટેની તેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
પાકિસ્તાને પોતાની માંગનું પુનરાવર્તન કરી ભારત સરકારે ઘટના બાદ ઈસ્લામાબાદ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો જલ્દી જવાબ આપવો જોઈએ અને સંયુક્ત તપાસની (Joint Probe) તેમની માંગને સ્વિકારી લેવી જોઈએ. પાકિસ્તાની સેનાએ કહ્યું હતુ કે, 124 કિલોમીટરના અંતરથી એક વસ્તુ ભારત તરફથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પહોંચી હતી. આ મિસાઈલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાં ચન્નૂ શહેર પાસે પડી હતી જેથી નાગરિકોની સંપત્તિને નુંકસાન થયું હતું. રક્ષા મંત્રાલયે 11 માર્ચે કહ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે મેઈન્ટેનન્સ દરમિયાન અકસ્માતે એક મિસાઈલ છૂટી અને પાકિસ્તાનના એક  વિસ્તારમાં પડી.
Tags :
BrahmosMissileGujaratFirstIndiaindiapakistanMissileMissfirePakBorderPakistan
Next Article