Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાન આર્થિક સંકટ દૂર કરવા અપનાવી રહ્યું છે આ રસ્તો, જાણો શું છે પરિસ્થિતિ

ભારતના પડોશી દેશ શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે વધુ એક પડોશી દેશ આર્થિક સંકટના આંગણામાં પ્રવેશી ચૂક્યુ છે.  આર્થિક તંગીનો સામનો કરી રહેલા પડોશી પાકિસ્તાને ઈંધણ બચાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. પાકિસ્તાન સરકાર ઈંધણ બચાવવા માટે કર્મચારીઓના કામકાજના દિવસો ઘટાડવાની શક્યતા અંગે વિચારી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પાકિસ્તાન વાર્ષિક 2.7 અબજ ડોàª
પાકિસ્તાન આર્થિક સંકટ દૂર કરવા અપનાવી રહ્યું છે આ રસ્તો   જાણો શું છે પરિસ્થિતિ

ભારતના પડોશી દેશ શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે વધુ એક પડોશી દેશ આર્થિક સંકટના આંગણામાં પ્રવેશી ચૂક્યુ છે.  આર્થિક તંગીનો સામનો કરી રહેલા પડોશી પાકિસ્તાને ઈંધણ બચાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. પાકિસ્તાન સરકાર ઈંધણ બચાવવા માટે કર્મચારીઓના કામકાજના દિવસો ઘટાડવાની શક્યતા અંગે વિચારી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પાકિસ્તાન વાર્ષિક 2.7 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે.

Advertisement

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન દ્વારા 1.5 બિલિયન યુએસ ડોલરથી 2.7 બિલિયન યુએસ ડોલરની વિદેશી હૂંડિયામણની બચત માટે તૈયાર કરાયેલા અંદાજ ત્રણ અલગ-અલગ બાબતોને આધારિત છે.  જે કામના દિવસો અને ઈંધણ સંરક્ષણ છે.   નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ 10 મહિના (જુલાઈ-એપ્રિલ) માટે પાકિસ્તાનની કુલ તેલની આયાત 17 અબજ યુએસ ડોલરને વટાવી ચૂકી છે. જે ગત નાણાકીય વર્ષની તુલનામાં 96 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. 
આ થયેલા વધારામાં 8.5 બિલિયન યુએસ ડોલરની કિંમતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને યુએસ ડોલર 4.2 બિલિયનના ક્રૂડ ઓઇલની આયાતનો સમાવેશ થાય છે.  જે અનુક્રમે 121 ટકા અને 75 ટકાનો વધારો દર્શાવે છે.   એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે સંબંધિત અધિકારીઓ - પાવર અને પેટ્રોલિયમ વિભાગને - કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા વિવિધ ક્ષેત્રોના ખર્ચ અને લાભ વિશ્લેષણ, પાવર સંરક્ષણ સહિત તેમના અંદાજો આપવા સલાહ આપવામાં આવી હતી.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિના દરમિયાન, લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની આયાત 3.7 બિલિયન યુએસ ડોલર હતી, જેમાં 83 ટકાનો વધારો થયો છે.  જોકે આયાતનું પ્રમાણ ઓછું હતું. વડાપ્રધાન શાહબાઝ શરીફે કામકાજના દિવસો સપ્તાહમાં પાંચથી છ દિવસ વધારવાનો નિર્ણય કર્યો હતો જેના પરિણામે વીજળી અને પેટ્રોલિયમ વપરાશમાં વધારાનો બોજ ઉમેરાયો છે.
Tags :
Advertisement

.