ઈમરાન ખાનની થશે ધરપકડ ? પૂર્વ વડાપ્રધાન સહિત 150 લોકો સામે ફરિયાદ દાખલ, જાણો સમગ્ર મામલો
પાકિસ્તાનમાં સત્તા
પલટો થયા બાદ પણ હજુ ઘમાસાણ ચાલુ છે. ઈમરાન
ખાનની મુશ્કેલીમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન
ઈમરાન ખાનની હવે ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. ઈમરાન ખાન સહિત 150 લોકો
સામે હાલના વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરૂદ્ધ નિંદા કરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય
છે કે આ સપ્તાહે શાહબાઝ શરીફ વિરૂદ્ધ ચોર ચોરના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે
જ આરોપ લગાવવામાં આવ્યો છે કે ઈમરાન ખાનના કહેવાથી આ નારા લગાવવામાં આવ્યા હતા.
ઈમરાન ખાન સામે
થયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મદીનામાં આ પ્રકારના નારા લગાવી મોહમ્મદ
પૈગમ્બરની મસ્જિદને અપવિત્ર કરી છે. મદીનાની પવિત્ર મસ્જિદમાં આ પ્રકારના નારા
લાગવાથી મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે
શાહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિમંડળની વિરૂદ્ધ નારા લગાવવા માટે ઈમરાન ખાને 100થી
વધારે લોકોને સમર્થકોને પાકિસ્તાન અને બ્રિટનના સાઉદી અરબના મદીના મોકલ્યા હતા. આ સમગ્ર મામલે
ફૈસલાબાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નઈમ
ભટ્ટી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ મામલામાં 100થી વધારે
આરોપીઓની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તો સાથે સાથે આ સમગ્ર મામલે
પાકિસ્તાના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે મદીનામાં નારા
લગાવવાના પગલે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે.