Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં 6 અઠવાડિયા સુધી ચાલે એટલું જ ભંડોળ બચ્યું છે, આવી છે સ્થિતિ જાણો

આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન (Pakistan) ગરીબીની એવી જાળમાં ફસાઈ રહ્યું છે, જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો તેના માટે સરળ નથી. આંતરરાષ્ટ્રીય મંચોમાં સતત ભીખ માંગી રહેલા પાકિસ્તાનનો વિદેશી મુદ્રા  ભંડાર છેલ્લા ત્રણ વર્ષના તળિયે છે. સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 303 મિલિયન ડોલરથી ઘટીને 7.50 બિલિયન ડોલર થઈ ગયો છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર જુલા
પાકિસ્તાનમાં 6 અઠવાડિયા સુધી ચાલે એટલું જ ભંડોળ બચ્યું છે  આવી છે સ્થિતિ જાણો
આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન (Pakistan) ગરીબીની એવી જાળમાં ફસાઈ રહ્યું છે, જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો તેના માટે સરળ નથી. આંતરરાષ્ટ્રીય મંચોમાં સતત ભીખ માંગી રહેલા પાકિસ્તાનનો વિદેશી મુદ્રા  ભંડાર છેલ્લા ત્રણ વર્ષના તળિયે છે. સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 303 મિલિયન ડોલરથી ઘટીને 7.50 બિલિયન ડોલર થઈ ગયો છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર જુલાઈ 2019થી લઈને અત્યાર સુધીના સૌથી નિચલા સ્તરે છે.
6 અઠવાડીયા સુધી આયાત કરી શકાય તેટલું ભંડોળ
મીડિયા રિપોર્ટ અનુસાર, 30 સપ્ટેમ્બરે પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર (Foreign exchange reserves) 7.89 અબજ ડોલર નોંધાયો હતો, જે માત્ર એક સપ્તાહમાં એટલે કે 7 ઓક્ટોબર સુધી ઘટીને 7.59 અબજ ડોલર થઈ ગયો હતો. પાકિસ્તાનની તિજોરીમાં 6 અઠવાડિયા માટે માત્ર આયાત કરી શકાય તેવા પૈસા બચ્યા છે. સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશી ચલણમાં ઘટાડો થવાનું કારણ વિદેશી દેશોના દેવાની ચુકવણી છે, જેમાં કોમર્શિયલ લોન અને યુરોબોન્ડ વ્યાજનો સમાવેશ થાય છે.
પુર બાદ સ્થિતિ વધુ ખરાબ
દેવાના ડુંગર તળે દબાયેલા કંગાળ પાકિસ્તાને (Pakistan) ડિફોલ્ટિંગ ટાળવા અને ચલણ ભંડારને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય મદદ પણ માંગી હતી, પરંતુ મદદ મળે તે પહેલાં જ પૂરે એવી તબાહી મચાવી હતી, જેણે પાકિસ્તાનનો એક તૃતિયાંશ ભાગ નાશ કર્યો હતો. પૂરના કારણે પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો હતો. પાકિસ્તાન સરકારે પણ પૂરને લઈને દુનિયા પાસેથી મદદ માંગી હતી. UNએ પાકિસ્તાનને પૂરમાંથી બહાર આવવા માટે શક્ય તેટલી વહેલી તકે અન્ય દેશો પાસેથી ભંડોળ છોડવાની પણ અપીલ કરી હતી.
દેશ માટે ગંભીર, સરકાર ઘેરાઈ
પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને વિદેશી હૂંડિયામણના ભંડારમાં ઘટાડો થવાને કારણે દેશની આર્થિક વ્યવસ્થા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન માટે એ ચિંતાનો વિષય છે કે વધતી આયાતને કારણે દર અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડારમાં (Foreign exchange reserves) 300 થી 400 મિલિયન ડોલરનો ઘટાડો થઈ રહ્યો છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 8 બિલિયન ડોલરની નીચે આવી ગયો છે, જે ખરેખર દેશ માટે ગંભીર બાબત છે અને આ માટે પાકિસ્તાનની સરકારને વિપક્ષી નેતાઓ પણ ઘેરી રહ્યાં છે.
Advertisement
Tags :
Advertisement

.