Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભીખ માગવાની પરિસ્થિતિમાં પણ પાકિસ્તાન સુધરતું નથી, PM શાહબાઝે ફરી એકવાર કરી કાશ્મીરની વાત

આ દિવસોમાં પાકિસ્તાન (Pakistan)ની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અને લોકો સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif) આ સંજોગોમાં પણ કાશ્મીર (Kashmir )નું રટણ કરવાનું છોડી રહ્યાં નથી. તેમણે રવિવારે કાશ્મીરી લોકોને યુએનના ઠરાવો મુજબ આત્મનિર્ણયનો અધિકાર ન મળે ત્યાં સુધી રાજદ્વારી, રાજકીય અને નૈતિક સમર્થ
ભીખ માગવાની પરિસ્થિતિમાં પણ પાકિસ્તાન સુધરતું નથી  pm શાહબાઝે ફરી એકવાર કરી કાશ્મીરની વાત
આ દિવસોમાં પાકિસ્તાન (Pakistan)ની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અને લોકો સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif) આ સંજોગોમાં પણ કાશ્મીર (Kashmir )નું રટણ કરવાનું છોડી રહ્યાં નથી. તેમણે રવિવારે કાશ્મીરી લોકોને યુએનના ઠરાવો મુજબ આત્મનિર્ણયનો અધિકાર ન મળે ત્યાં સુધી રાજદ્વારી, રાજકીય અને નૈતિક સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) વિધાનસભાના વિશેષ સત્રને સંબોધતા પીએમ શરીફે કહ્યું કે પાકિસ્તાને હંમેશા યુએન સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અનુસાર જમ્મુ અને કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ તૈમૂર, દારફુર અને વિશ્વના અન્ય પ્રદેશોને વંશીય આધાર પર આઝાદી આપવામાં આવી હતી પરંતુ આ કાશ્મીર અને પેલેસ્ટાઈન પર લાગુ પડતું નથી.
પાકિસ્તાનમાં કાશ્મીરીઓના સમર્થનમાં 'કાશ્મીર સોલિડેરિટી ડે' મનાવવામાં આવે છે
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ 'કાશ્મીર એકતા દિવસ'ના અવસર પર બોલી રહ્યા હતા, જે કાશ્મીરીઓ માટે સમર્થન વ્યક્ત કરવા માટે પાકિસ્તાનમાં ઉજવવામાં આવે છે. એક વિશેષ સંદેશમાં, પાક પીએમએ કહ્યું કે તેઓ પાકિસ્તાનના લોકોને કાશ્મીરીઓના સમર્થન માટે પ્રતિબદ્ધ છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું- કાશ્મીર વિવાદ પાકિસ્તાન માટે મુખ્ય મુદ્દો છે
દરમિયાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વિવાદ પાકિસ્તાનની વિદેશ નીતિનો મુખ્ય આધારસ્તંભ રહેશે. બિલાવલે કહ્યું કે અમે કાશ્મીરી લોકોને સતત નૈતિક, રાજદ્વારી અને રાજકીય સમર્થન આપતા રહીશું. પાકિસ્તાન આર્મીના ટોચના અધિકારીઓએ પણ યુએનના ઠરાવ મુજબ કાશ્મીરીઓના સ્વ-નિર્ણયના અધિકાર માટેના સંઘર્ષને શ્રદ્ધાંજલિ આપી હતી.
સેમિનાર અને અન્ય કાર્યક્રમોનું આયોજન
'કાશ્મીર એકતા દિવસ' નિમિત્તે ઈસ્લામાબાદ, મુઝફ્ફરાબાદ, ગિલગિટ અને ચાર પ્રાંતીય રાજધાનીઓમાં સોલિડેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન માટે તેના મહત્વને ઉજાગર કરવા માટે સેમિનાર અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતે સ્પષ્ટ કહ્યું- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે
જો કે, ભારતે પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને હંમેશા રહેશે અને ભારતે હંમેશા પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકારવાની અને તમામ ભારત વિરોધી પ્રચાર બંધ કરવાની સલાહ આપી છે. નવી દિલ્હીએ ઈસ્લામાબાદને એમ પણ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત મુદ્દાઓ તેનો આંતરિક મામલો છે અને દેશ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. ભારતે કહ્યું છે કે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.