પાકિસ્તાનનું ચલણ ઓલ ટાઈમ લો... 1 ડોલર સામે 188.66 રૂપિયા
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) લોન પ્રોગ્રામ ફરી શરૂ થવાની અનિશ્ચિતતા વચ્ચે મંગળવારે ઈન્ટરબેંક માર્કેટમાં પાકિસ્તાની ચલણ રૂ. 0.60 ઘટીને યુએસ ડોલર સામે રૂ.188.66ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. પાકિસ્તાનું ચલણ 7 એપ્રિલના રોજ 188.18 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરને પાર કરી ગયું છે.આ રહ્યા કારણો કરન્સી ડીલરો માને છે કે IMF કાર્યક્રમમાં વિલંબ, મિત્ર દેશો તરફથી તાત્કાલિક નાણાકીય સહાયન
06:13 AM May 11, 2022 IST
|
Vipul Pandya
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) લોન પ્રોગ્રામ ફરી શરૂ થવાની અનિશ્ચિતતા વચ્ચે મંગળવારે ઈન્ટરબેંક માર્કેટમાં પાકિસ્તાની ચલણ રૂ. 0.60 ઘટીને યુએસ ડોલર સામે રૂ.188.66ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. પાકિસ્તાનું ચલણ 7 એપ્રિલના રોજ 188.18 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરને પાર કરી ગયું છે.
આ રહ્યા કારણો
કરન્સી ડીલરો માને છે કે IMF કાર્યક્રમમાં વિલંબ, મિત્ર દેશો તરફથી તાત્કાલિક નાણાકીય સહાયનો અભાવ, ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો અને વેપાર ખાધને કારણે પાકિસ્તાનના સ્થાનિક ચલણ પર સતત દબાણ થઇ રહ્યું છે. પાકિસ્તતની નવી સરકાર ઇંધણ અને વીજળી પરની સબસિડી દૂર કરવા માંગતી નથી જે IMF પ્રોગ્રામના ફરું શરુ કરવાની શરતો છે. જેના પરિણામે રોકાણકારોની પણ નારાજ છે. રોકાણકારો ઘટી રહેલા વિદેશી મુદ્રાના ભંડારથી પણ ચિંતિત છે, જેમનું મુખ્ય જકારણ એ છે કે નિકાસની કમાણી બજારની માંગને પહોંચી વળવા માટે પૂરતી નથી. તે જ બાબત વિદેશી દેવાની ચૂકવણી અને વધતી આયાતમાં પણ છે.
પાકિસ્તાન પણ આર્થિક સંકટ તરફ
સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને ચીન તરફથી મળતી આર્થિક મદદ અંગે પણ અસ્પષ્ટતા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જાહેરાત પછી રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ઇમરાન ખાન ચૂંટણીની માંગ માટે 20 મે પછી તેમના સમર્થકો સાથે ઇસ્લામાબાદથી આંદોલન કરશે.
Next Article