પાકિસ્તાને વનડે રેન્કિંગમાં ભારતને પછાડ્યું, આ ટીમ રહી નંબર વન
ICC ટીમ રેન્કિંગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. જીહા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવીનતમ ODI ટીમ રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. જેમા પાકિસ્તાને ભારતને પછાડી ચોથા સ્થાન પર કબ્જો જમાવ્યો છે. જે બાદ હવે ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સોમવારે નવીનતમ ODI ટીમ રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. એક દિવસ પહેલા જ રવિવારે જ વેસ્ટ ઈન્ડિઝને O
07:56 AM Jun 14, 2022 IST
|
Vipul Pandya
ICC ટીમ રેન્કિંગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. જીહા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવીનતમ ODI ટીમ રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. જેમા પાકિસ્તાને ભારતને પછાડી ચોથા સ્થાન પર કબ્જો જમાવ્યો છે. જે બાદ હવે ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સોમવારે નવીનતમ ODI ટીમ રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. એક દિવસ પહેલા જ રવિવારે જ વેસ્ટ ઈન્ડિઝને ODI સિરીઝમાં 3-0થી હરાવનારી પાકિસ્તાનની ટીમને આનો ફાયદો થયો છે અને તે હવે ભારતને ચોથા સ્થાને ધકેલ્યું છે. જ્યારે બંને ટીમો વચ્ચે માત્ર એક પોઈન્ટનો તફાવત છે. આ સિવાય ત્રીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયા પણ પાકિસ્તાન કરતાં માત્ર એક પોઈન્ટ આગળ છે. જ્યારે આ પોઈન્ટ ટેબલ પર ટોપ પર ન્યૂઝીલેન્ડની ટીમ છે. એક દિવસ પહેલા જ રવિવારે વેસ્ટ ઈન્ડિઝને ODi સિરીઝમાં 3-0થી હરાવનારી પાકિસ્તાનની ટીમને આનો ફાયદો થયો છે અને તેણે હવે ભારતને ચોથા સ્થાને ધકેલ્યું છે. જ્યારે બંને ટીમો વચ્ચે માત્ર એક પોઈન્ટનો તફાવત છે. આ સિવાય ત્રીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયા પણ પાકિસ્તાન કરતા માત્ર એક પોઈન્ટ આગળ છે.
આ રીતે, ત્રીજા, ચોથા અને પાંચમા નંબરની ટીમ વચ્ચે માત્ર એક પોઈન્ટનો તફાવત છે. ત્રીજા નંબર પર રહેલા ઓસ્ટ્રેલિયાના 107 પોઈન્ટ છે, વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનના ક્લીન સ્વીપ બાદ 106 પોઈન્ટ અને ભારત 105 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને સરકી ગયું છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય ટીમે આ વર્ષે માત્ર 6 ODI રમી છે જેમાંથી ત્રણમાં તેને જીત મળી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પોઈન્ટ ટેબલમાં ટોપ પર 125 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ છે. જ્યારે બીજા નંબર પર ઈંગ્લેન્ડ 124 પોઈન્ટ સાથે છે. જો ભારત બાદની ટીમની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા 99 પોઈન્ટ સાથે છઠ્ઠા, બાંગ્લાદેશ, 95 પોઈન્ટ સાથે સાતમાં, શ્રીલંકા 87 પોઈન્ટ સાથે આઠમાં, વેસ્ટ ઈન્ડિઝ 72 પોઈન્ટ સાથે નવમાં અને અંતિમ સ્થાન પર અફઘાનિસ્તાન 69 પોઈન્ટ સાથે છે.
Next Article