20 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાને લશ્કર આતંકીના મૃતદેહને સ્વિકાર્યો
પાકિસ્તાને (Pakistan) બે દાયકાથી વધારે સમયમાં પહેલીવાર સોમવારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક તાલિમબદ્ધ આતંકવાદીના મૃતદેહને સ્વિકાર્યો હતો. જેણે સેનાની એક ચૌકી પર હુમલા માટે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, PoKમાં કોટલીના સબ્જકોટ ગામના તબાકર હુસેનનું રાજૈરી જિલ્લામાં સેનાની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. અધિકારીઓ પ્રમાણે ગત મહિને સરહદે આ
06:22 PM Sep 05, 2022 IST
|
Vipul Pandya
પાકિસ્તાને (Pakistan) બે દાયકાથી વધારે સમયમાં પહેલીવાર સોમવારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક તાલિમબદ્ધ આતંકવાદીના મૃતદેહને સ્વિકાર્યો હતો. જેણે સેનાની એક ચૌકી પર હુમલા માટે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, PoKમાં કોટલીના સબ્જકોટ ગામના તબાકર હુસેનનું રાજૈરી જિલ્લામાં સેનાની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. અધિકારીઓ પ્રમાણે ગત મહિને સરહદે આ પ્રકારે ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન ગોળી વાગી જવાથી તે ઘાયલ થઈ ગયો હતો અને હોસ્પિટલમાં તેની સર્જરી થઈ હતી તથા સેનાના જવાને તેનો જીવ બચાવવા રક્ત પણ આપ્યું હતું.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સેનાએ પુંછ જિલ્લામાં કંટ્રોલ લાઈન પર ચાકન દા બાદ સીમાપાર પોઈન્ટ પર પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં તબાકર હુસૈનનો મૃતદેહ પાકિસ્તાનને સોંપ્યો. છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી સંભવત: આ પહેલી ઘટના છે જેમાં પાકિસ્તાને એક આતંકવાદીના મૃતદેહને સ્વિકાર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાન હંમેશાથી જમ્મુ કાશ્મીરમાં (Jammu-Kashmir) આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા તેના નાગરિકોના મૃતદેહોને લેવાનો ઈનકાર કરતું રહે છે. લશ્કર-એ-તૈયબાના તાલિમબદ્ધ ગાઈડ અને પાકિસ્તાની સેનાના એજન્ટ હુસૈને 21 ઓગસ્ટના રાજૌરીના નૌશેરા વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે ભારતીય સૈનિકોની ગોળી વાગી જવાથી ગંભીરરીતે ઘાયલ થયો હતો. તે બાદ સેનાની હોસ્પિટલ રાજૌરીમાં એડમિટ કરાવવામાં આવ્યો જ્યાં તેની સર્જરી થઈ.
સૈનિકોએ તેનો જીવ બચાવવા માટે ત્રણ યૂનિટ લોહી પણ આપ્યું જોકે ત્રણ સપ્ટેમ્બરે તેને એટેક આવી ગયો. અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે મૃત આતંકીનું પોસ્ટમોર્ટમ કરવા સહિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધાં બાદ તેના મૃતદેહને પરત આપવા માટે પાકિસ્તાની સેનાનો (Pakistan Army) સંપર્ક કરવામાં આવ્યો. સેનાની 80 ઈન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર કપિલ રાણાએ 24 ઓગસ્ટે કહ્યું હતું કે, હુસૈને બે અન્ય લોકો સાથે ભારતીય સેનાની ચોકી પર હુમલાના ષડ્યંત્રને કબૂલ્યું હતું.
બ્રિગેડિયરે કહ્યું હતું કે, વધારે પુછપરછ પર આતંકવાદીએ ભારતીય સેનાની ચોકીઓ પર હુમલાના પોતાના ષડ્યંત્રને કબુલ કર્યું હતું. હુસૈને ખુલાસો કર્યો કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના કર્નલ યૂનુસ ચૌધરીએ તેને મોકલ્યો હતો અને પાકિસ્તાની ચલણના રૂ. 30,000 આપ્યા હતા. હુસૈન લાંબા સમયથી આતંકવાદ સાથે જોડાયેલો હોવાની કબુલાત કરી અને જણાવ્યું કે, પાકિસ્તાની સેનાના (Pakistan Army) મેજર રજ્જાકે તેને તાલીમ આપી હતી.
Next Article