Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત વિરુદ્ધ હાર મળ્યા બાદ પાક. કેપ્ટનને યાદ આવ્યો આ આક્રમક બોલર

એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવી એશિયા કપમાં તેની પ્રથમ જીત નોંધાવી હતી. બીજી તરફ પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમને તેમનો ખાસ અને આક્રમક બોલર યાદ આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતમાં હીરો બનીને ઉભરેલા રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ પોતાની àª
03:50 AM Aug 29, 2022 IST | Vipul Pandya
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવી એશિયા કપમાં તેની પ્રથમ જીત નોંધાવી હતી. બીજી તરફ પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમને તેમનો ખાસ અને આક્રમક બોલર યાદ આવ્યો હતો. 
ટીમ ઈન્ડિયાની જીતમાં હીરો બનીને ઉભરેલા રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ પોતાની અડધી સદીની ભાગીદારીને કારણે ટીમને જીત તરફ દોરી હતી. એશિયા કપમાં ભારતે નવમી વખત પાકિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા સામેની કારમી હાર બાદ કેપ્ટન બાબર આઝમે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મને લાગે છે કે અમે ટાર્ગેટમાં 10 થી 15 રન ઓછા બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ ખૂબ જ સારી રીતે રમત પૂરી કરી. વધુમાં બાબર આઝમે કહ્યું કે, જ્યારે મોહમ્મદ નવાઝને છેલ્લી ઓવર આપવામાં આવી ત્યારે તેણે વધુ સારી બોલિંગ કરી હતી, પરંતુ પંડ્યાની ફિનિશિંગ તેના કરતા પણ વધુ સારી હતી. અમે મેચમાં શાહીન આફ્રિદીની ખોટ અનુભવી.
બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન ટીમની જીત પર ખુશ છે. રોહિતે શર્માએ મેચમાં જીત મેળવ્યા બાદ કહ્યું, “ઈનિંગ અડધી થઈ ગઈ છતાં અમેને આત્મવિશ્વાસ હતો. આ જ પ્રકારનો આત્મવિશ્વાસ અમે આ ટીમને આપવા માંગીએ છીએ કે કેવી રીતે મેચમાં કમબેક કરવું. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે દરેક તેમની ભૂમિકા જાણે છે." તેણે કહ્યું, "એકતરફી જીત નોંધાવવા કરતાં આવી મેચો જીતવી વધુ સારી છે. મહત્વનું છે કે, ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 7 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. દિનેશ કાર્તિકે બીજા બોલ પર રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી. ત્રીજા બોલ પર પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમની જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો હતો જેણે સિક્સર લગાવીને મેચ ભારતના નામે કરી હતી. આ પહેલા આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
આ પણ વાંચો - પાકિસ્તાન વિરુદ્ધ માત્ર 12 રન બનાવ્યા બાદ પણ રોહિત શર્મા બન્યો T20Iનો કિંગ
Tags :
AsiaCupAsiaCup2022BabarAzamCricketGujaratFirstIndVsPakPakistancaptainShahinAfridiSports
Next Article