Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાન: સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થતાં 6 સૈન્ય અધિકારીઓના મોત

પાકિસ્તાની સેનાનું હેલીકોપ્ટર ઉત્તર પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનમાં સોમવારે રાતના ગુમ થયું હતું. જેનો કાટમાળ લાસબેલા જિલ્લાના મૂસા ગોથ પાસેથી મળી આવ્યો છે. જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 6 સૈનિકોના મોત થઈ ગયા છે. જેની લાશ કાટમાળમાંથી મળી આવી છે. ઈંટર સર્વિસિઝ પબ્લિક રિલેશંસ અનુસાર ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. તો વળી પાકિસ્તાન સેનાના મીડિયા વિંગે જણાવ્યું છે કે, આ દુર્ઘટના
03:06 PM Aug 02, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાની સેનાનું હેલીકોપ્ટર ઉત્તર પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનમાં સોમવારે રાતના ગુમ થયું હતું. જેનો કાટમાળ લાસબેલા જિલ્લાના મૂસા ગોથ પાસેથી મળી આવ્યો છે. જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 6 સૈનિકોના મોત થઈ ગયા છે. જેની લાશ કાટમાળમાંથી મળી આવી છે. ઈંટર સર્વિસિઝ પબ્લિક રિલેશંસ અનુસાર ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. તો વળી પાકિસ્તાન સેનાના મીડિયા વિંગે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લેફ્ટિનેંટ જનરલ સરફરાઝ અલી સહિત 6 સૈન્ય કર્મચારીના મોત થયા છે. 

ISPRના ડિજીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, લાસબેલા જિલ્લાના મૂસા ગોથમાં એક હેલીકોપ્ટરનો કાટમાળ મળ્યો. તેમાં લેફ્ટિનેંટ જનરલ સરફરાઝ અલી સહિત તમામ 6 અધિકારીઓના અને સૈનિકોના મોત થયા છે. તેમણે જણાવ્યું છે કે, શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, હવામાન ખરાબ હોવાના કારણે આ દુર્ઘટના થઈ હતી. 
તો વળી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેનાના જવાનોના મોતથી દેશ દુ:ખી છે, તેમણે કહ્યું કે, દેશને લેફ્ટિનેંટ જનરલ સરફરાઝ અલી અને પાકિસ્તાની સેનાના અન્ય 5 અધિકારીઓની શહીદી પર ઊંડો આઘાત લાગ્યો છે. તેઓ પુરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રીનું ઉમદા કાર્ય કરી રહ્યા હતા.
Tags :
6armyofficersGujaratFirstHelicopterCrashPakistan
Next Article