Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો ભારત પ્રત્યેનો પ્રેમ છલકાયો, જાણો શું કહ્યું..

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. લાહોરમાં એક રેલીમાં, તેમણે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે તે તેના લોકોના ભલા માટે છે.તાજેતરમાં પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં પસાર થયેલા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે રાજીનામું આપવાની ફરજ પડેલા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન સરકારની વિદેશ નીતિ પોતાના લોકોના કલ્યાણને બદલે બીજાના કલ્યાણ માટે àª
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો ભારત પ્રત્યેનો પ્રેમ છલકાયો  જાણો શું કહ્યું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. લાહોરમાં એક રેલીમાં, તેમણે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે તે તેના લોકોના ભલા માટે છે.
તાજેતરમાં પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં પસાર થયેલા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે રાજીનામું આપવાની ફરજ પડેલા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન સરકારની વિદેશ નીતિ પોતાના લોકોના કલ્યાણને બદલે બીજાના કલ્યાણ માટે કામ કરે છે.
ઈમરાન ખાને કહ્યું કે ભારત અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને તે રશિયા પાસેથી તેલની આયાત કરે છે. ભારતનું કહેવું છે કે તેના નિર્ણયો તેના લોકોના કલ્યાણ પર આધારિત છે. પરંતુ પાકિસ્તાનની વિદેશ નીતિ અન્યોના કલ્યાણ માટે છે. ગયા મહિનાની શરૂઆતમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક રેલીને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ભારતની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીયોને નિઃસ્વાર્થ સમુદાય ગણાવ્યા હતા.
લાહોનની રેલીમાં પીટીવીઆઈ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને કહ્યું હતું કે તે હંમેશા પાડોશી દેશની પ્રશંસા કરે છે કારણકે તેમની એક સ્વતંત્ર વિદેશ નીતિ છે. આજે ભારત અમેરિકા ગઢબંધંમાં છે. તે ક્વાડમાં કહે છે કે તે તટસ્થ છે.  પ્રતિબંધ હોવા છતાં ભારત રશિયા પાસેથી તેલની આયાત કરે છે અને કહે છે કે આમાં જ લોકોની ભલાઈ છે. 
ઈમરાન ખાને તાજેતરમાં જ વડાપ્રધાન તરીકેની રશિયાની મુલાકાતનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ મોસ્કો એટલા માટે ગયા હતા જેથી પાકિસ્તાનમાં વધી રહેલી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય. આ સાથે તેમણે ફરી કહ્યું કે સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવવાને કારણે તેમને દેશની સત્તા ગુમાવવી પડી. આંતરરાષ્ટ્રીય દળોને આ પસંદ ન હતું. 
પાકિસ્તાનનો ચીન સાથેનો વેપાર વિદેશી શક્તિઓને પસંદ નથી
ઇમરાનખાને આરોપ લગાવ્યો કે વિદેશી શક્તિઓને પણ ચીન સાથે પાકિસ્તાનના વેપારને પ્રોત્સાહન આપવાનું પસંદ નથી. પાકિસ્તાનની વર્તમાન સરકાર પાસે ત્રણ કઠપૂતળીઓ છે, વડાપ્રધાન શાહબાઝ શરીફ, પીપીપીના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારી અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાન. તેણે વિદેશી કાવતરાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.