Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PAK PMની PM MODIને આજીજી, કહ્યું ભારત સાથે 3 યુદ્ધ લડ્યા પણ ભાન થઇ ગયું

 UAEની ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના પીએમ શહબાજની કબુલાતપરમાણુ દેશ હોવા છતાં આર્થિક મદદ માંગવી શરમજનકભારત સાથે 3 યુદ્ધ લડ્યા બાદ પદાર્થપાઠ શીખ્યોપીએમ મોદીને કરી આજીજીઆર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન (Pakistan) રાશન અને પૈસા મેળવવા માટે દુનિયાના ઘણા દેશોના ચક્કર લગાવી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે (Shahbaz Sharif) તાજેતરમાં UAEની મુલાકાત લીધી હતી. અહીં એક ચેનલને આપેà
02:17 AM Jan 17, 2023 IST | Vipul Pandya
  •  UAEની ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના પીએમ શહબાજની કબુલાત
  • પરમાણુ દેશ હોવા છતાં આર્થિક મદદ માંગવી શરમજનક
  • ભારત સાથે 3 યુદ્ધ લડ્યા બાદ પદાર્થપાઠ શીખ્યો
  • પીએમ મોદીને કરી આજીજી

આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન (Pakistan) રાશન અને પૈસા મેળવવા માટે દુનિયાના ઘણા દેશોના ચક્કર લગાવી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે (Shahbaz Sharif) તાજેતરમાં UAEની મુલાકાત લીધી હતી. અહીં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શાહબાઝે કહ્યું કે પરમાણુ શક્તિ ધરાવતો દેશ હોવા છતાં દુનિયાની સામે આર્થિક મદદ માંગવી ખૂબ જ શરમજનક છે. શાહબાઝે ભારત (India)વિશે પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું- અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. કાશ્મીરનો રાગ ફરી આલાપીને શાહબાઝે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)ને પોતાનો ખાસ સંદેશ પણ મોકલ્યો હતો.
UAEની ચેનલને આપ્યો ઇન્ટરવ્યુ
 UAEની ચેનલ સાથેની મુલાકાત શહેબાઝ શરીફની પાર્ટી પીએમએલ (નવાઝ) દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. ચેનલ સાથેની વાતચીતમાં શહેબાઝ શરીફે કહ્યું કે સાઉદી અરેબિયાની સાથે UAE પણ પાકિસ્તાનનું નજીકનું મિત્ર છે. યુએઈમાં ઘણા મુસ્લિમો રહે છે અને દેશની પ્રગતિમાં ભાગીદાર છે.
ભારત સાથે યુદ્ધ કરીને પાઠ શીખ્યા છેઃ શાહબાઝ
શાહબાઝ શરીફે કહ્યું કે અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને પાઠ શીખ્યો છે. તે આપણા પર નિર્ભર છે કે આપણે આપણા સંસાધનો અને લોકોનો યુદ્ધમાં બરબાદ કરવો છે કે શાંતિથી જીવીને અને એકબીજાને મદદ કરીને પોતાને મજબૂત બનાવવું છે.


કાશ્મીરનો રાગ આલાપી પીએમ મોદીને આપ્યો સંદેશ
શાહબાઝે કાશ્મીરનો નારા લગાવતા પીએમ મોદીને સંદેશ પણ આપ્યો હતો. શાહબાઝે કહ્યું કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મંચ પર આવવા અને અમારી સાથે વાતચીત કરવા આમંત્રણ આપવા માંગે છે જેથી કરીને કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય. કાશ્મીર પર ફરી એકવાર અપપ્રચાર ચલાવતા શાહબાઝે કહ્યું કે કાશ્મીરમાં સ્થાનિક લોકોના જીવનને પાટા પર લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.
પરમાણુ દેશ હોવા છતાં આર્થિક મદદ માંગવી શરમજનક છે.
શાહબાઝે કહ્યું કે, UAE તરફથી આર્થિક મદદ મેળવીને તે ખૂબ જ ખુશ છે, પરંતુ પરમાણુ દેશ હોવા છતાં દુનિયાની સામે આર્થિક મદદ જોવી શરમજનક છે.
આ પણ વાંચો--મિસ યુનિવર્સ સ્પર્ધામાં નેપાળની સુંદરી સોફિયાની ચારેબાજુ કેમ ચર્ચા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstIndiaNarendraModiPakistanShahbazSharif
Next Article