Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યો છે, જાણો કેવી છે સ્થિતિ

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરી મિનિટનો 250 લીટર ઓક્સિજન પ્લાન્ટ અંદાજીત એક વર્ષ પહેલા જ પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે. ત્યારે આ પ્લાન્ટ છેલ્લા ઘણા મહિનાથી ટેકનિકલ ખામીઓના કારણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.જેતપુરની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા તંત્રને તથા ઓક્સિજન પ્લાન્ટની કંપનીને ઘણી રજૂઆત કરાઈ છે. તેમ  છતાં આàª
01:29 PM Jun 15, 2022 IST | Vipul Pandya
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરી મિનિટનો 250 લીટર ઓક્સિજન પ્લાન્ટ અંદાજીત એક વર્ષ પહેલા જ પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે. ત્યારે આ પ્લાન્ટ છેલ્લા ઘણા મહિનાથી ટેકનિકલ ખામીઓના કારણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

જેતપુરની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા તંત્રને તથા ઓક્સિજન પ્લાન્ટની કંપનીને ઘણી રજૂઆત કરાઈ છે. તેમ  છતાં આજદિન સુધી ઓક્સિજન પ્લાન્ટને ફરી શરૂ કરવાનું કામ કરવા કોઈ આવ્યું નથી તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે સંભવિત કોરોનાની ચોથી લહેર અથવા તો આકસ્મિક રીતે જયારે કોઈ દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પડી તો શું થશે એક પણ મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે.

જેતપુર સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા એક વર્ષથી બંધ છે તે  ગંભીર બાબત કહેવાય. ત્યારે આ ઓક્સિજન પ્લાન્ટને લઈને જવાબદાર અધિકારીઓ અને કંપનીઓ દ્વારા આ પ્લાન્ટને તાત્કાલિક શરૂ કરવામાં  આવે તેવી માંગ કરાઈ છે. ઓક્સિજન પ્લાન્ટ માટે પર સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

Tags :
dustgovernmenthospitalGujaratFirstJetpurOxygenplant
Next Article