‘જુલમીઓ સાંભળો, હું મોતથી પણ નથી ડરતો..’ બોલીને ઓવૈસી રડી પડ્યા, જુઓ વિડીયો
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ ભાષણ આપતી વખતે રડી પડે છે. આ વિડીયો શુક્રવારનો છે, જ્યારે નમાજ બાદ ઔવેસી લોકોને સંબોધન કરી રહ્યા હતા. તેમણે રડતા રડતા કહ્યું કે ખરગોનમાં મુસ્લિમોના ઘર તોડી નાંખ્યા, જહાંગીરપુરીમાં તેમની સાથે હિંસા થઈ, આમ છતા તેઓ મેદાન નહીં છોડે. તેમને મૃત્યુથી પણ ડર નથી લાગતો.હૈદરાબાદમાં નમાજ બાદ સંબોધનઓવૈસી હૈà
Advertisement
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ ભાષણ આપતી વખતે રડી પડે છે. આ વિડીયો શુક્રવારનો છે, જ્યારે નમાજ બાદ ઔવેસી લોકોને સંબોધન કરી રહ્યા હતા. તેમણે રડતા રડતા કહ્યું કે ખરગોનમાં મુસ્લિમોના ઘર તોડી નાંખ્યા, જહાંગીરપુરીમાં તેમની સાથે હિંસા થઈ, આમ છતા તેઓ મેદાન નહીં છોડે. તેમને મૃત્યુથી પણ ડર નથી લાગતો.
હૈદરાબાદમાં નમાજ બાદ સંબોધન
ઓવૈસી હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાંથી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. AIMIM એ રમઝાનના છેલ્લા શુક્રવારે મક્કા મસ્જિદમાં 'યુમ-ઉલ-કુરાન' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઓવૈસી પોતાના ભાષણ દરમિયાન હિંસાની ઘટનાઓ અંગે ચર્ચા કરતા ભાવુક થઈ ગયા હતા. ઓવૈસીએ કહ્યું કે તેમને લોકોના ફોન આવે છે કે તેઓ ડરી રહ્યા છે, તેઓ બરબાદ થઈ રહ્યા છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે દેશમાં એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેની નજર સામે એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં કોઈ ધર્મ વિરુદ્ધ સીધી કાર્યવાહી કરવામાં આવી હોય.
ઓવૈસીએ કહ્યું કે હું કહું છું કે ડરવાની જરૂર નથી, હિંમત રાખો. ખરગોનમાં 22 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. મુસલમાનોના ઘર તોડવામાં આવ્યા તે વાત સાચી છે. સેંધવામાં 13 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. એ વાત સાચી છે કે વસીમ શેખ કે જેમના બંને હાથ કપાયેલા છે, પથ્થર ફેંકવાના આરોપમાં તેમની દુકાનને તોડી નાંખવામાં આવી. એ વાત સાચી છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં મસ્જિદની સામે ગેરકાયદે દિવાલ તોડી નાખવામાં આવી. દુકાનો પણ તોડી. આપણા હિન્દુ ભાઈઓની દુકાનો પણ તોડી. પરંતુ તમે હિંમત ના હારતા.
ઔવેસી સંબોધનમાં અનમેક વખત ભાવુક થયા
પોતાના સંબોધન દરમિયાન ગયા વર્ષોમાં થયેલી મોબ લિંચિંગની ઘટનાઓને યાદ કરીને ઓવૈસી બોલ્યા કે અખલાકને પણ માર્યો હતો, પેહલુ ખાનને પણ માર્યો ગયો. રકબરની પણ હત્યા કરવામાં આવી હતી. જુલમીઓ સાંભળો, હું મોતથી નથી ડરતો. અમે તમારા જુલમથી નતી ડરતા. ન તો તમે તમારી શક્તિથી ડરીએ છીએ, તમારા શાસનથી પણ નથી ડરતા. અમે ધીરજપૂર્વક તમારો સામનો કરીશું પરંતુ મેદાન નહીં છોડીએ.
Advertisement