ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ લેબર કમિશનર કચેરીમાં આઉટસોર્સિંગના પટાવાળાનું 22 લાખનું કૌભાંડ

ભરૂચ જિલ્લાની બહુમાળી બિલ્ડિંગમાં આવેલ લેબર કમિશનરની કચેરીમાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે પટાવાળામાં ફરજ નિભાવનારા બીપીન વસાવાએ લેબર કમિશનરને અંધારામાં રાખી કચેરીમાં આવતા અરજદારો પાસેથી લાયસન્સ અપાવવાના બહાને બોગસ દસ્તાવેજો ઉભા કરી 22 લાખની ઉચાપત કરતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ભરુચના એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં શું લખાયું છે ભરૂચ à
11:15 AM Apr 05, 2022 IST | Vipul Pandya
ભરૂચ જિલ્લાની બહુમાળી બિલ્ડિંગમાં આવેલ લેબર કમિશનરની કચેરીમાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે પટાવાળામાં ફરજ નિભાવનારા બીપીન વસાવાએ લેબર કમિશનરને અંધારામાં રાખી કચેરીમાં આવતા અરજદારો પાસેથી લાયસન્સ અપાવવાના બહાને બોગસ દસ્તાવેજો ઉભા કરી 22 લાખની ઉચાપત કરતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ભરુચના એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં શું લખાયું છે 
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ભરૂચની લેબર કમિશનર કચેરીના કમિશનર જયેશભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે જે ઓક્ટોબર ૨૦૧૫ થી સરકારશ્રીના નવા નિયમ પ્રમાણે કોઈ કોન્ટ્રાક્ટરોને લાઇસન્સ લેવું હોય તો ઓનલાઇન અરજી કરવાની રહે છે,જેના માટે કચેરીમાંથી જે કોન્ટ્રાકટરો જેટલા લેબરોનું લાઇસન્સ  લેવાનું હોય તેઓએ કચેરીનો સંપર્ક કરવાનો હોય છે. સરકારના નિયમ મુજબ સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરવાની હોય તે મજૂરો લેખે જે રકમ થતી હોય તેનું ચલણ કચેરીમાંથી લેવાનું હોય છે અને કચેરી દ્વારા બેંક ઓફ બરોડા ના એકાઉન્ટમાં ચલણી રકમ જમા કરવાની હોય છે.આ રકમ કોન્ટ્રાક્ટર વર્ષ પૂર્ણ થયા બાદ નિયમોનુસાર જે તે કોન્ટ્રાક્ટરને પરત કરવાની રહે છે. દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ ઓનલાઇન લાયસન્સ ડિજિટલ સહીથી મંજૂર કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોનું કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટ સિક્યુરિટી ડિપોઝિટ નાણા પરત મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન આપે છે જેની ખાતરી કર્યા બાદ તેઓને ડિપોઝિટ નાણાં ચેકથી પરત આપવામાં આવતા હોય છે. 
 આ રીતે કૌંભાડ બહાર આવ્યું 
લેબર કમિશનરની કચેરીમાં જાન્યુઆરી ૨૦૧૭થી આઉટસોર્સિંગ પટાવાળા તરીકે બિપિનકુમાર રમેશભાઈ વસાવા ફરજ બજાવે છે તેઓ ઓમ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને બે કોન્ટ્રાક્ટરોની રિફંડની અરજી આવી હતી જેમાં એક પણ ઉપર બેંકનું ક્લિયરિંગ તથા બીજા ચલણ પર બેન્કનો ટ્રાન્સફરનો સિક્કો લાગેલ હતો આથી આ બે સિક્કા અલગ કેમ છે અને તેનો મતલબ શું છે તે બાબતે બેંકમાં ખાતરી કરતાં બેંક તરફથી જાણવા મળ્યુ કે ક્લિયરિંગનો સિક્કો જ્યારે બેંકમાં ચેક જમા કરાવો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે ટ્રાન્સફર નો સિક્કો જ્યારે ચેકમાં જણાવેલ રકમ જમા થાય ત્યારે લગાડી આપવામાં આવે છે, જેથી લેબર કમિશનરને શંકા થઈ હતી. આ બાબતના સ્ટેટમેન્ટ ચકાસણી કરતા કેટલા કોન્ટ્રાક્ટર દ્વારા લાયસન્સ મેળવવા માટે બેંક તરફથી રકમ ભર્યા અંગેના સિક્કા વાળા ચલણની નકલ રજુ કરેલ હતી જે રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલા ન હતા. મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા 41 કોન્ટ્રાકટરો દ્વારા ઓનલાઈન કરવામાં આવેલ અરજીઓમાં બેંક ઓફ બરોડામાં રકમ જમા કરાવ્યા અંગેના બેંકના સિક્કા સ્ટેમ્પ સાથેના ચલણ હતા પણ અનામતની રકમ એકાઉન્ટમાં જમા થઇ ન હતી,જેથી સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવતા કચેરીના પટાવાળાએ કૌભાંડ આચર્યું હોવાનું ફલિત થયું હતું.
41 કોન્ટ્રાકટરોની પણ તપાસ કરાઇ 
મામલો બહાર આવતાં ઓનલાઈન અરજી કરનારા તમામ લેબર કોન્ટ્રાક્ટરોને કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને તમામ કોન્ટ્રાકટરોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રૂપિયાની ચુકવણી પણ કરી હોવાનું સામે આવ્યું હતું જેના પગલે લેબર કમિશનરની પગ તળેથી જમીન ખસી ગઈ  હતી. તપાસમાં  બીપીન રમેશભાઈ વસાવા ને રોકડ ચેક ઓનલાઇન ટ્રાન્સફર તેમજ ગુગલ પેથી રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું હતું જેના પગલે મોડે મોડે પણ લેબર કમિશનર તમામ કોન્ટ્રાક્ટરોને નિવેદનો મેળવી કયા કોન્ટ્રાક્ટર પાસેથી કેટલી રકમ વસુલી તેનો સર્વે કરી તમામ દસ્તાવેજી પુરાવો કબજે કરી 41 લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કચેરીના આઉટસોર્સિંગના કર્મચારી પટાવાળાએ કરી હોવાનું ફલિત થતાં લેબર કમિશનર તાબડતોબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા

Tags :
BharuchGujaratFirstlabaorcommitionar
Next Article